MPમાં શિવરાજ માટે ચોથીવાર સીએમ બનવું નથી સરળ, મોદી અને શાહની ગુડબુકમાં ગણાતા આ નેતા નડશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

એક રીતે નરેન્દ્ર મોદી શિવરાજ ચૌહાણના સમકાલીન રહ્યા છે પરંતુ જ્યારે તેઓ ગૃહ રાજ્ય ગુજરાતમાંથી બહાર નીકળીને વડા પ્રધાન બનવામાં સફળ થયા, ત્યારે ચૌહાણ પાછળ રહી ગયા. ગૃહ પ્રધાન અમિત શાહ પણ રાષ્ટ્રીય નેતા બનવા માટે રાજ્યના ચક્રને તોડવામાં સફળ થયા છે. શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશના કદાવર નેતા ગણાય છે પણ તેમની સામે હવે પડકારો પણ વધ્યા છે. શિવરાજસિંહે રાજ્યની બાઉન્ડ્રી ન કૂદાવતાં તેઓ સ્થાનિક નેતા બનીને રહી ગયા છે. શિવરાજસિંહ ચૌહાણ ચોથી વખત મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન બનવા માંગે છે. પરંતુ કમલનાથની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારને ઉથલાવી દેવી એ ત્રણ વખત મુખ્યમંત્રી પદ ભોગવનાર શિવરાજ માટે પણ સરળ નથી. હાલમાં શિવરાજસિંહ એમપીમાં કમલનાથની સરકાર ઉથલી તો સીએમ બની જવાના સપનાં સેવી રહ્યાં છે. મામા એ ભાજપના કદાવર નેતા છે. જેમની પાછળ અડવાણીનું એક સમયે પીઠબળ હતું. એક સમયે ભાજપમાં મોદી કરતાં પણ દિલ્હીમાં શિવરાજ વધારે કદાવર ગણાતા હતા. શિવરાજ મોદી અને શાહના કટ્ટર હરિફ ગણાતા હતા. ત્યારે મોદી એ ગુજરાતના સીએમ હતા. હાલમાં મોદી પીએમ અને અમિત શાહ ગૃહમંત્રી છે. એમપીમાં તોડફોડ માટે પણ શિવરાજ કરતાં તોમરને દિલ્હીથી વધારે જવાબદારી સોંપાઈ હતી.

મામાને સીએમ નહીં બનાવાય તો પણ થશે ભડાકા

એમપીમાં કમલનાથની સરકાર પડી ભાંગી તો પણ ભાજપમાં ભડકા થાય તો નવાઈ નહીં. મોદી અને શાહની જોડી કોઈ પણ સંજોગોમાં મામને ફરી રીપિટ થવા દેવા માગતી નથી. મામા એ લોકપ્રિય નેતા છે. જો આમ થયું તો ભાજપમાં પણ ભડાકા થશે. મોદી અને શાહના અંગતમાં હાલમાં નરેન્દ્ર તોમરનો સમાવેશ થાય છે. જે મોદી સરકારમાં કૃષિ મંત્રી છે. તોમરને ભાજપ એમપીના સીએમ બનાવવા માગે છે. હવે જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ભાજપમાં જોડાતાં શિવરાજ માટે સીએમની ખુરશીમાં બેસવું એ થોડુ મુશ્કેલ બન્યું છે. ચૌહાણ સીએમ પદની દાવેદારી ધરાવે છે. આગામી સમયમાં એમપીમાં સ્થાનિક ચૂંટણીઓમાં શિવરાજસિંહ સૌથી કાબેલ નેતા ગણાય છે. જેઓ વિજય અપાવી શકે છે. એક સંભાવના એ પણ છે કે તોમરને પણ આ જવાબદારી મળે. તોમર 2 વાર પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળી ચૂકયા છે. કાર્યકર્તાઓ અને ધારાસભ્યો વચ્ચે તોમર સારો સંબંધ ધરાવે છે. એમપીમાં પેટાચૂંટણી છે તે મોટાભાગનો વિસ્તાર ગ્વાલિયર, ચંબલ અને અંચલનો છે. જેનું પ્રતિનિધિત્વ તોમર કરે છે.

શિવરાજ માટે નરેન્દ્ર તોમર સૌથી મોટી મુશ્કેલી બની શકે છે

હાલમાં શિવરાજસિંહ એમપીમાં કમલનાથની સરકાર ઉથલાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે. જેઓને મોદી અને શાહનો સાથ ન હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે કેન્દ્રમાં ભાજપ હોવા છતાં રાજ્યપાલ કમલનાથની વાતને વધારે મહત્વ આપી રહ્યાં છે. ફ્લોર ટેસ્ટ માટે શિવરાજે સુપ્રીમ સુધીનાં દરવાજા ખટખટાવવા પડી રહ્યાં છે. મામા હાલમાં છેલ્લાં 2 દિવસથી સુપ્રીમના ધક્કા ખાઈ રહ્યાં છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના 22 સમર્થક ધારાસભ્યો હાલમાં બેંગલુરુમાં એક રિસોર્ટમાં છે. મામાએ હોળીમાં તડજોડની રાજનીતિ રમીને જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં ભેળવી દઈ કમલનાથ સરકારને હટાવવાની કોશિષ તો કરી છે પણ શિવરાજ માટે સીએમ પદ એ આ સમયે મુશ્કેલીનું કારણ બનશે. ભાજપ પણ સારી રીતે જાણે છે કે, શિવરાજને આ પદ નહીં અપાય તો સ્થાનિકમાં હોબાળો થવાની પૂરી સંભાવના છે. શિવરાજ સીએમ સિવાય કોઈ પદ સ્વીકારશે એ પણ નક્કી છે પણ શિવરાજ માટે નરેન્દ્ર તોમર સૌથી મોટી મુશ્કેલી બની શકે છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )