જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના ધોરણ-૬થી૮ના શિક્ષકોની તાલીમ યોજવામાં આવી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સમગ્ર શિક્ષા અભિયાન સુરત અંતર્ગત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ફેઝ-૨ અન્વયે ઇન્ટરેક્ટિવ વર્ગખંડ શિક્ષણ પદ્ધતિ માટે ઓલપાડ તથા ચોર્યાસીની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના ધોરણ-૬થી૮ના ૨૦ શિક્ષકોની તાલીમ બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા અત્રેની ઓલપાડમુખ્ય પ્રાથમિક શાળામાં યોજવામાં આવી હતી.
ધોરણ ૬ થી ૮ ના બાળકોને ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ આપવાના હેતુસર યોજાયેલ આ તાલીમમાં તજજ્ઞ ઉમેશભાઈ પટેલ (ભરથાણા પ્રાથમિક શાળા)દ્વારા સ્માર્ટ ક્લાસ અંતર્ગત વર્ગખંડોમાં પ્રોજેક્ટર,લેપટોપ, ઇન્ફ્રારેડ કેમેરા,સ્પીકર,વાયરલેસ રાઉટર, વ્હાઇટ બોર્ડ તેમજ સંલગ્ન સોફ્ટવેરના સપ્લાય ઇન્સ્ટોલેશનની માહિતી પ્રદાન કરવામાં આવી હતી.
બ્લોક એમ.આઈ.એસ.સંજયભાઈ રાવળે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ દ્વારા સરકારી શાળાના બાળકો ખાનગી શાળા સમકક્ષ શિક્ષણ મેળવી શકશે એમાં કોઈ મીનમેખ નથી. અંતમાં તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.આભારવિધિ સીથાણના સી.આર.સી.કો-ઓર્ડીનેટર રાકેશભાઈ મહેતાએ આટોપી હતી. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )