બોડેલી તાલુકા સેવાસદનમાં કોરોના વાયરસ અંગે જાગૃતિ લાવવા કેમ્પ યોજાયો : ઉકાળાનું વિતરણ કરાયું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વિશ્વમાં જીવલેણ રોગ કોરોના નો કાળો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ જગ્યાઓ પર કોરોના વાઇરસ અંગે  લોકોને જાગૃત કરવા માટે સ્ટોલ ઉભા કરી રોગ પ્રતિકારક શક્તિ વધારતા ઉકાળા અને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજરોજ છોટાઉદેપુર જિલ્લાના વેપારી મથક ગણાતા બોડેલી ખાતે સેવાસદનમાં બોડેલી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા  એક્ટર ઉભો કરી કોરોના વાયરસ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જિલ્લા આયુર્વેદિક વિભાગ દ્વારા ઉકાળા તથા હોમિયોપેથીક દવાઓ સેવાસદનમાં રોજિંદા કામ અર્થે આવતા વ્યક્તિઓ,  કર્મચારીઓ અને વકીલોને તથા સમગ્ર પ્રજાને પીવડાવવામાં આવ્યા હતા.  તાલુકા હેલ્થ ઓફિસ બોડેલી તાલુકા હેલ્થ ઓફિસર વૈશાલી પરમારના માર્ગદર્શન હેઠળ બોડેલી તાલુકા હેલ્થ ઓફિસ ના કર્મચારીઓ દ્વારા આયુર્વેદિક ઉકાળા તથા હોમિયોપેથીક દવાઓ પ્રજાને આપવામાં આવી હતી. જેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને  કોરોના વાયરસ સામે રક્ષણ મળે છે,  સામાન્ય લોકોમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો કરવા માટે વિવિધ આયુર્વેદિક ઔષધિઓ ભેગી કરીને બનાવવામાં આવેલો ઉકાળો અને હોમિયોપેથીક દવાઓ લોકોને પીવડાવવામાં આવી હતી. તથા લોકોને કોરોના વાયરસ સામે કેવી સાવચેતી રાખવી અને ચેપથી બચવા કયા કાર્ય કરવા અને કયા કાર્ય ના કરવા એની તમામ વિગત સેવાસદન ખાતે આવતા લોકોને આપવામાં આવી હતી.  કોરોના વાયરસનો ચેપ કઈ રીતે ફેલાય છે અને કોરોના વાયરસ કઈ રીતે વધે છે તેને અટકાવવા માટે શું ઉપાય કરવા જોઈએ તેવી તમામ વિગતો તાલુકા હેલ્થ ઓફિસ ની ટીમ દ્વારા સેવાસદનના પટાંગણમાં સ્ટોલ ઉભો કરી સેવાસદન ખાતે આવનાર લોકોને આપી હતી.


પરેશ ભાવસાર   બોડેલી

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )