બોટાદ જિલ્લાના નાગરિકો તથા સરકારી સંસ્થાઓ દ્વારા યોજાતા કોન્ફરન્સ, વર્કશોપ, સેમિનાર તા.૩૧ માર્ચ સુધી મોફુક રાખવા અપીલ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન.પટેલની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ નોવેલ કોરોના વાયરસ કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે ત્યારે વિશ્વમાં કોરોના વાયરસના ૧,૨૫.,૦૦૦ થી વધુ કેશ નોંધાયેલ છે, ભારતમા આ રોગના કુલ – ૨૧ કેશો નોંધાયેલા છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાચ્છોશ્વાસ દ્વારા ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. જેથી સરકારશ્રીની સૂચનાઓને ધ્યાને લેતા તકેદારીના પગલા લઈ જિલ્લામાં કોઈ એક જગ્યા પર લાંબા સમય માટે વધુ માણસો ભેગા ન થાય તે હેતુસર તાત્કાલિક અસરથી તમામ સરકારી સંસ્થાઓ તથા બોટાદની નાગરિકો દ્વારા નાના મોટા સામાજિક-સામૂહિક મેળાવડાઓના નાના મોટા પ્રસંગો ટાળવા તેમજ યોજાતા કોન્ફરન્સ, વર્કશોપ અને સેમિનાર તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી મોફુક રાખવા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન.પટેલએ અપીલ કરી છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )