બોડેલી ના ચલામલી પીએચસીમાં છેલ્લા બે મહિનાથી તબીબ રજા પર હોવાથી દર્દીઓને હાલાકી 

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામે પીએચસીમાં છેલ્લા બે મહિનાથી તબીબ રજા પર હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે એક તરફ સમગ્ર વિશ્વ જયારે કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યું છે ત્યારે અન્ય દેશોની જેમ ભારત સરકાર પણ સાવચેતીના ભાગરૂપે પગલાં લઇ રહી છે ઠેર ઠેર જિલ્લાના વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે લોકોમાં કોરોના વાઇરસ અંગે જાગૃતિ વધે તેવી પત્રિકાઓ,મીડિયામાં જાહેરાતો અને આરોગ્યતંત્ર ઘ્વારા ૨૪ કલાક કંટ્રોલ રૂમ શરુ કરવા જેવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ચલામલી પીએચસીના તબીબ બે મહિનાથી વધારે સમયથી લાંબી રજા ભોગવી રહ્યા છે પીએચસીમાં “રાજા વગરની પ્રજા” જેવા હાલ દર્દીઓના છે સવારથી દર્દીઓની ડબલ ઋતુ જેવું વાતાવરણ હોવાથી શરદી,ખાસી,સામાન્ય તાવ જેવા રોગોથી દવાખાનું ઉભરાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ તબીબ ન હોવાથી બતાવવું કોને ? એક પ્રશ્ન  છે. નવા ટિમ્બરવાના દર્દી અમિતભાઇ કોલચાને બે દિવસથી શરદી,ખાસી થયા હોવાથી સવારે ચલામલી પીએચસીમાં તબીબને બતાવવા આવ્યા પરંતુ તબીબ ન હોવાથી ત્યાંના ફાર્માસીસ્ટ બહેને તેમને પ્રાથમિક ઉપચાર કરી દવા આપી છે તેવું જણાવ્યું હતું તબીબની ચકાસણી કે પ્રિસ્ક્રિપ્શન વિના ફાર્માસીસ્ટ બહેન કેવી રીતે દવા આપી શકે?એ પણ અહીંયા આરોગ્યતંત્રની ગંભીર બેદરકારી જોવા મળી હતી બીજા આવા જ દર્દી ફેરકુવા ગામથી ઈશ્વરભાઈ ભંગી આવ્યા હતા તેમને પણ આ પ્રમાણે જ દવા આપી દેવામાં આવી ત્રીજા દર્દી નવાટિમ્બરવાના ભાઈ પોતાની મોટરસાઇકલ લઈને ચલામલી તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ડુક્કર આવી જતા તેઓ મોટરસાઇકલ પરથી પડી જતા માથાના ભાગે ઇજા થતા તેઓ ચલામલી પીએચસી પર સારવાર અર્થે આવ્યા હતા પરંતુ તબીબ ન હોવાથી દવાખાનાના સ્ટાફે તેમને પ્રાથમિક સારવાર આપી માથના ભાગે ટાંકા લેવાના હોવાથી તેઓને કોસીંદ્રા રીફર કરવામાં આવ્યા હતા આમ ચલામલી પીએચસીમાં તબીબ ન હોવાના કારણે ૪૨ ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ચાર્જમાં ડોક્ટર જે મુકવામાં આવ્યા છે તે અઠવાડિયામાં સોમવાર અને શુક્રવારે આવે છે જેમાં શુક્રવારે જિલ્લામાં મિટિંગ હોવાથી તેઓ આવતા નથી માત્ર સોમવારે જ આવે છે તેવું જાણવા મળે છે આમ કોરોના વાઇરસ અંગે એક તરફ વહીવટીતંત્ર સાબદૂ થવાના દાવા કરી રહ્યું છે તો બીજી તરફ ચલામલી પીએચસીમાં સૅનેટાઇઝર,માસ્ક અને તેને લગતી દવાઓ જોવા મળી ન હતી આ તમામ સામગ્રીનું લિસ્ટ જિલ્લામાં આપ્યું છે તેમ જણાવવામાં આવ્યું હતું આમ જિલ્લા આરોગ્યતંત્રની પોલ બહાર આવી હતી એક તરફ કોરોના વાયરસે વિશ્વમાં કહેર મચાવ્યો છે ત્યારે તકેદારીના ભાગરૂપે જિલ્લાના પીએચસીમાં તબીબો ઇમર્જન્સી સેવા બજાવવાને બદલે રજાઓ માણી રહયા છે આમ ચલામલી પીએચસીમાં તબીબ વિના દર્દીઓની હાલત કફોડી બની છે તબીબને વહેલીતકે હાજર કરવા લોકોની માંગ ઉઠી છે.


પરેશ ભાવસાર    બોડેલી 

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )