બળાત્કારના કેસમાં સજા ભોગવતા બીજા કેદીને જીતનગર જેલમાં થી માસ્ક પહેરાવીને પોલીસ જાપ્તા હેઠળ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપવા રવાના કરાયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રાજપીપળાની એડીશનલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટે પરીક્ષા આપવા માટે આપી ખાસ પરવાનગી આપતા જેલમાં કેદી નું ધર્મ સ્કેનીંગ અને ચેકિંગ કરી મોકલાતા કેદી એ આપી પરીક્ષા.

એક દિવસ માટે પેરોલ પર જેલમાંથી પરીક્ષા માટે મુક્ત કરાયો હતો.

રાજપીપળા નજીક આવેલ જીતનગર ખાતે આવેલ મુખ્ય જેલમાં બળાત્કારના ગુનામાં ઝડપાયેલા કાચા કામનો કેદી બીજો કેદી પ્રતાપભાઈ ઉર્ફે મુન્નાભાઈ સનાભાઇ ઉર્ફે અશ્વિનભાઇ વસાવા (રહે, કનબુડી દેડીયાપાડા) હાલ જીતનગર જેલમાં છે. તેને ધોરણ 12 ની એક વિષયની અંગ્રેજીની પરીક્ષા આપી હતી,જિલ્લા જેલ અધિક્ષક એમ.એલ.ગામરાના દ્વારા એડિશનલ સેશન્સ કોર્ટ રાજપીપળામાં અરજી કરતા આ કેદી પરીક્ષાર્થીને રાજપીપળાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેન્સર કોર્ટ એ ખાસ પરીક્ષા આપવા માટે એક દિવસ માટે પેરોલ જામીન મંજૂર કરી આપી હતી. તેને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 439 હેઠળ પોલીસ જાપ્તા સાથે પરીક્ષા આપવા પૂરતું દિન એકના પેરોલ જામીન મંજૂર કરતા આજે આ કેદી વિદ્યાર્થી ને આજે કોરું આવ્યા વાયરસને ધ્યાને લઇને માસ્ક પહેરાવીને થર્મલ સ્કેનિંગ કરી દેડીયાપાડા કેન્દ્રમાં જીત નગર જેલમાંથી પોલીસ જાપ્તા હેઠળ પોલીસ વાનમાં બેસાડીને દેડીયાપાડા પરીક્ષા કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો અને પરીક્ષા આપી હતી આમ આ વર્ષે જેલના બે કેદીઓએ ધોરણ12ની પરીક્ષા આપી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )