અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ ખાતેથી  ગાંધી વિચારો ના  પ્રસાર પ્રચાર અર્થે  દાંડી યાત્રાએ નીકળેલા ચાર યાત્રીઓ  અંકલેશ્વર આવી પહોંચ્યા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ ખાતેથી  ગાંધી વિચારો ના  પ્રસાર પ્રચાર અર્થે  દાંડી યાત્રાએ નીકળેલા ચાર યાત્રીઓ  અંકલેશ્વર આવી પહોંચ્યા હતા. 

 ભારત માં મહાત્મા ગાંધી ની 150મી જન્મ જયંતિ ની રાષ્ટ્રીય ઉજવણી  કરાય રહી છે ત્યારે અમદાવાદના રહીશ રાહુલ શર્મા વ્યવસાયે સ્પોર્ટ્સ કોચ છે તેઓ સાથે અન્ય ત્રણ એથ્લેટ મુંબઈ ના જીતેન્દ્ર પરમાર, વિશાખાપટ્નમના માનસ રંજન તેમજ અમદાવાદના પિયુષ શાહ તા. 12મી માર્ચ,ના રોજ  દાંડીયાત્રા નો પ્રારંભ અમદાવાદ ના સાબરમતી આશ્રમ ખાતે થી  કર્યો હતો. મહાત્મા ગાંધીજી એ 1930માં 12મી માર્ચના રોજ અંગ્રેજો સામે સવિનય ભંગ ની ચળવળ ના ભાગ  રૂપે મીઠા ના કાળા કાયદાના વિરોધમાં  પગપાળા દાંડીયાત્રા કરી હતી. 
અમદાવાદ ના રાહુલ શર્મા સહીત તેમના સહયોગીઓ  પણ દાંડી હેરિટેજ માર્ગ  પસંદ કર્યો છે અને તેજ માર્ગે તેઓ નવસારી નજીક દાંડી સ્થિત દરિયાકિનારા સુધી ની યાત્રા પગપાળા તેમજ દોડતા નીકળ્યાં છે. હાલમાં ભારત માં મહાત્મા ગાંધી ની 150મી જન્મ જયંતિ ની રાષ્ટ્રીય ઉજવણી કરાય  રહી છે ત્યારે આ ચાર યાત્રિકો યાત્રા દરમ્યાન ગાંધી વિચારો નો પ્રસાર પ્રચાર કરી રહ્યાં છે. 
 આ દાંડી યાત્રિકો અંકલેશ્વર આવી પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લાના સમની થી ભરૂચ થઇ તેઓ અંકલેશ્વર પહોંચ્યા હતા અને હાંસોટ રોડ થઇ દાંડી તરફ જવા રવાના થયા હતા  
રાહુલ શર્માએ જણાવ્યું હતું કે : ગાંધીજીના મૂલ્યો આજે પણ જીવંત છે, નવી પેઢીએ પુનઃ ગાંધી વિચારોને આત્મસાત કરવાની જરૂરિયાત છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )