વડોદરા ખાતે મહિલા અને બાળ સુરક્ષા તેમજ સેલ્ફ ડીફેન્સ અંગેનો કાર્યક્રમ યોજાયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વડોદરા ખાતે આવેલ અલકાપુરી અને તરસાલી ખાતે અતુલ્ય વીર સંગઠન અને ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ના સંયુક્ત ઉપક્રમે મહિલા અને બાળ સુરક્ષા તેમજ સેલ્ફ ડીફેન્સ અંગેનો કાર્યક્રમ યોજાયો
આજે સમાજ મા કેટલાક વિક્રુત માનસિકતા ધરાવતા લોકોના કારણે એક યુગ માં પુજનીય ગણાતી આજની નારી આજના યુગમાં પોતાની જાતને અસુરક્ષિત હોવાનું મહેસુલ કરી રહી છે.તેવો ક્યારેયક ઘરેલુ હિંસા. છેડતી કે બળાત્કાર જેવી ઘટનાઓ નો શિકાર બનતી હોય છે અને આવી બાબતો ના ભય તળે કેટલીક મહિલાઓ પોતે ક્યાય પણ એકલી જતા એમાં ખાસ કરીને સંધ્યાકાળ પછીના સમયે બહાર નિકળે ત્યારે પ્રથમ નજરે તેવો અસુરક્ષિત હોવાનું મહેસુસ કરતી હોય છે, ત્યારે સમાજ માં આવી શરમજનક બાબતો બનતી અટકે તે માટે અતુલ્ય વીર સંગઠન અને ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન દ્વારા વડોદરા ખાતે મહિલા અને બાળ સુરક્ષા અંગેની સમજુતી આપતો તેમજ સેલ્ફ ડીફેન્સ અંગેનો એક સેમિનાર યોજાયો.
આ કાર્યક્રમ મા બહોળી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ બહેનોની ઉપસ્થિતિમાં ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન સેલ્ફ ડીફેન્સ કોઓર્ડિનેટર અને અતુલ્ય વીર સંગઠન ના પ્રમુખશ્રી અનુરાગ ભાઈ દુબે દ્વારા ગ્રેનસ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તેમજ એપ્લિકેશન મહિલાઓને સંકટ સમયે કેવી રીતે મદદરુંપ બની શકે છે, તેમજ તેના માધ્યમ થી કેવી રીતે મદદરુંપ બની શકાય તેમજ ગુમ થયેલ બાળકોને પોતાના પરિવાર જનો સુધી સુરક્ષિત પહોંચાડવામાં કેવી રીતે મદદરુંપ બની શકે છે તે અંગેની સંપૂર્ણ માહિતી પુરી પાડવામાં આવેલ તેમજ મહિલા ઓને આકસ્મિક સંકટ સમયે પોતાનું સ્વરક્ષણ કેવી રીતે કરી શકાય તે અંગે અલગ અલગ તરકીબો બતાવી અને સેલ્ફ ડીફેન્સ અંગેનો માહિતી પુરી પાડી હતી. તેમજ આ કાર્યક્રમ માં ઇન્ટીટ્યુટ ઓફ એરપોર્ટ એન્ડ હોટલ મેનેજમેન્ટ અલકાપુરી બ્રાન્ચ વડોદરા ના શ્રી વિવેક સર તથા ગ્રેનસ વોલ્યુન્ટિયર જયેશભાઈ વસાવા અને શૈલેષભાઈ મારવાડી પણ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારે ગ્રેનસ એપ્લિકેશન ની આવી સમાજોપયોગી ભગીરથ કામગીરી થી પરિચિત થતા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો એ અનુરાગ ભાઈ દુબે ને તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધા હતા અને ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન સમાજોપયોગી કામગીરી કરવામાં ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )