બોડેલી માં શોર્ટ સર્કિટ થતા અનેકના ઘરોમાં વીજ ઉપકરણો ને ભારે નુકસાન પહોંચ્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નગરની મધ્યમાં આવેલ છોટાઉદેપુર જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બોડેલી કન્યાશાળા નું નવીનીકરણ થઈ રહ્યું હોય તેના જૂના ઓરડા તોડી જેસીબી દ્વારા તેને સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે સાંજે કન્યા શાળા માં જેસીબી દ્વારા સફાઈ કામ થઈ રહ્યું તે વખતે અચાનક વીજ વાયર ખેંચાઇ જઈ તૂટી જતાં શોર્ટ સર્કિટ થવા પામી હતી જેમાં કન્યા શાળાની પાછળના ભાગમાં આવેલા ધાણકવાડા વિસ્તારમાં રહેતા રહીશોના મકાનોમાં કેટલાકના ટી.વી. , ફ્રીજ તેમજ કોમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક ઈલેક્ટ્રીક ઉપકરણો ધડાકાભેર બંધ થઈ જતા ભારે નુકસાન થયું હતું.       આમ, બોડેલી કન્યાશાળાના  રીનોવેશનની કામગીરી દરમિયાન જેસીબીથી અચાનક વીજ વાયર ખેંચાઇ જતાં થયેલ શોર્ટ સર્કિટના કારણે રહીશોના પોતાના ઈલેક્ટ્રીક – ઇલેક્ટ્રોનિક વીજ ઉપકરણો ને નુકસાન પહોંચતા એક વખત તો રહીશોએ કન્યા શાળાના દરવાજાને તાળુ મારી રહીશો એ પોતાને વીજ ઉપકરણો ના વળતર માટે બોડેલી પોલીસ સ્ટેશન નો આશરો લીધો હતો જ્યાં બોડેલી પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો.


પરેશ ભાવસાર     બોડેલી

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )