ધાન્ધાર નાયી સમાજ દ્વારા લીંબચ માતાજી નો પટોત્સવ ઉજવાયો….

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રઘુભાઈ નાઈ બનાસકાંઠા

સમગ્ર ધાન્ધાર જૂથ નાયી સમાજ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ ફાગણવદ ત્રીજ ના દિવસે પાલનપુરમાં જામપુરા ખાતે માં ..લીંબચ નું મંદિર આવેલ ત્યાં યજ્ઞ કરવામો આવ્યો. જેમો સમાજના ૧૮૦ ગામ માંથી ખુબજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બાળકો સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં લીંબાચીયા યુવા સંગઠન પાલનપુર દ્વારા માતાજી ના રથ સાથે દર વખતે ની જેમ ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. જેમાં બાળાઓ એ માથે કળશ જવારા લઈ રથની આગળ ચાલતા અને ડી જે.ના તાલે ગરબા રમતા રમતા કોઝી, જિલ્લાપંચાયત,સરકારી વસાહત થઈ ને મંદિર પરત ફરી હતી..સાથેજ લીંબચ યુવા સંગઠન દ્વારા પરેશભાઈ માલણ, કુલદીપભાઈ સૂંઢા, જગદીશ ભાઈ કરનાળા,જગદીશ ભાઈ ચિત્રોડા, ચેહરભાઈ ચંડીસર, નરેશભાઈ દેવપુરા ,પીયૂષભાઈ કબીરપુરા. એ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કર્યું હતું.જેમાં સમાજ ના કેટલાય કાર્યકર મિત્રો એ મળી ૮૧ બોટલ બ્લડ પણ દાન કર્યું હતું…

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )