અંકલેશ્વર ની રંગોલી સ્ક્રેપ માર્કેટ માં ત્રણ ભંગાર ના ગોડાઉન માં ભીષણ આગ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


=6 જેટલા ફાયર ફાયટરો એ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો
=પૂઠા ,પ્લાસ્ટિક અને ક્ન્ટામીનેટેડ ના દ્રમ બળી ને ખાખ

અંકલેશ્વર ની અન્સાર માર્કેટ ની બાજુમાં આવેલ રંગોલી સ્ક્રેપ માર્કેટ માં ત્રણ ભંગાર ના ગોડાઉનો માં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી 6 જેટલા ફાયર ફાયટરો એ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ,જો કે કોઈ જાનહાની થવા પામી ન હતી

અંકલેશ્વર ની સ્ક્રેપ માર્કેટ માં આગ ની ઘટના નો સીલસીલો યથાવત રહ્યો છે,ત્યારે નવજીવન હોટલ પાછળ આવેલ રંગોલી સ્ક્રેપ માર્કેટ માં આવેલ ત્રણ ભંગાર ના ગોડાઉન માં સંગ્રહ કરેલ પૂઠા ,પ્લાસ્ટિક અને ક્ન્ટામીનેટેડ ના દ્રમ ના જથ્થા માં અચાનક આગ ફાટી નીકળી હતી આગ ને જોતા તાત્કાલિક ગોડાઉન ના સંચાલકો ને જાણ કરવા,માં આવતા તેઓ દોડી આવ્યા હતા અને અંકલેશ્વર ડીપીએમસી ફાયર સ્ટેશન માં જાણ કરતા ફાયર ટેન્ડરો સાથે લાશ્કરો દોડી આવ્યા હતા જો કે બન્ને ગોડાઉન માં પૂઠા ,પ્લાસ્ટિક અને ક્ન્ટામીનેટેડ ના દ્રમ ના જથ્થા માં આગ વધુ ફેલાતા અંકલેશ્વર નગર પાલિકા અને પાનોલી જીઆઇડીસી ફાયર સ્ટેશન ના ફાયર બ્રિગેડ દોડી આવ્યા હતા કુલ 6 જેટલા ફાયર ફાયટરો એ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ,જો કે આ ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગ માં પૂઠા ,પ્લાસ્ટિક અને ક્ન્ટામીનેટેડ ના દ્રમ નો જથ્થો બળી ને ખાખ થઇ ગયો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર માં આગ લાગવાની ઘટના માં પંકાયેલ સ્ક્રેપ માર્કેટ પ્રત્યે અંકલેશ્વર જીપીસીબી તેમજ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી અવાર નવાર આગ ની ઘટના ના પગલે ભંગાર ના વેપારીઓ પણ તોબા પોકારી ઉઠ્યા છે, આ રંગોલી સ્ક્રેપ માર્કેટ માં આગ ની બીજી ઘટના બની છે, અને મોટા ભાગ ની સ્ક્રેપ માર્કેટ નેશન હાઇવે ને અડી ને આવેલી છે, જયારે રંગોલી અને અંસાર માર્કેટ પાછળ થી રેલ્વે લાઈન પસાર થાય છે,ત્યારે રેલ્વે તંત્ર અને સ્થાનિક તંત્ર કોઈ મોટી હોનારત ની રાહ્ય જોઈ રહ્યું હોય તેવું ચર્ચાય રહ્યું છે બીજી તરફ સ્ક્રેપ માર્કેટ માં કેટલાક વિસ્તરો માં બિનઅધિકૃત બાંધકામ તેમજ ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે,અને કોઈ પણ મંજૂરી મેળવ્યા વગર કેટલીક જમીનો ઉપર આડેધડ બાંધકામ કરી દેવામાં આવ્યું છે,,ત્યારે બૌડા અને સ્થાનીક તંત્ર આ બાબતે તટસ્થ તપાસ કરી બિન અધિકૃત બાંધકામ અને દબાણો દૂર કરે તે જરૂરી છે,સ્ક્રેપ માર્કેટો માં અત્યાર સુધી આગ લાગવાની ઘટના ની સત્ય હકીકત બહાર આવી નથી ત્યારે સ્થાનિક તંત્ર વહેલી તકે આગ ની ઘટના અંગે કડક કાર્યવાહી કરે તેવી ભંગાર ના વેપારીઓની માંગણી છે

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )