મોરબી બેંક લૂંટના ચાર આરોપીનો રાજકોટ જેલમાંથી કબજો મેળવી પંજાબ પોલીસ લઇ ગઈ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  

પંજાબમાં લૂંટ, હત્યાના ગુન્હામાં સંડોવાયાલા હોય.પંજાબ પોલીસે આરોપીનો કબજો મેળવ્યો મોરબીમાં ધોળે દિવસે બેંકમાં ધાડનો બનાવ બન્યા બાદ તુરંત હરકતમાં આવેલી પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા હતા અને ઝડપાયેલ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા રાજકોટ જેલહવાલે કરવામાં આવ્યા હતા જ્યાંથી પંજાબ પોલીસે ચારેય રીઢા ગુનેગારોનો કબજો મેળવીને પંજાબ લઇ જવાયા છે મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક બનેલ લૂંટની ઘટનામાં બેન્કના જોઈન્ટ મેનેજર મુરારીકુમાર ભુવનેશ્વર શર્માની ફરિયાદને પગલે પોલીસે તપાસ ચલાવી હતી અને લૂંટમાં સંડોવાયેલ આરોપી મનદીપસિંગ પાલસીંગ જાટ, બલવીરસિંગ ઉર્ફે ગોલી જોગદિરસિંગ જાટ, અરુણકુમારસિંગ લાલચાદ મજ્બી અને સંદીપકુમાર ઉર્ફે રવિ ગુરમલસિંગ ગુર્જર એમ ચારને ઝડપી લીધા હતા અને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે તા. ૦૨ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા

જે રિમાન્ડ પૂર્ણ થતા ચારેય આરોપીને રાજકોટ જેલમાં ધકેલાયા હતા જે ચારેય આરોપીઓ પંજાબમાં અનેક ગંભીર ગુન્હામાં સંડોવાયેલ હોય જેથી પંજાબ પોલીસ ટીમે ચારેય આરોપીનો રાજકોટ જેલમાંથી ટ્રાન્સફર વોરંટને આધારે કબજો મેળવીને પંજાબ લઇ ગઈ હોવાની માહિતી મળી રહી છે

મયુર રાવલ હળવદ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTછોટાઉદેપુરમાં બનતી પોષણયુક્ત ઇન્સટન્ટ ખીચડીનું વડોદરા,સુરત, અમદાવાદ, પુણે તેમજ મુંબઇમાં ધૂમ વેચાણ
OLDER POSTકેન્દ્ર સરકાર ના ગૃહ વિભાગ દ્વારા સાઈબર ક્રાઈમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ હળવદના પનોતા પુત્ર ને ઈ-રક્ષા એવોડ એનાયત કરાશે

COMMENTS

Wordpress (0)
Disqus (0 )