અંતરિયાળ વિસ્તારના માનવીના સર્વાંગી વિકાસ કરવા સરકાર કટિબધ્ધ છે
-: કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ભરૂચ જિલ્લાના કિશનાડ ગામે જિલ્લાકક્ષાની રાત્રિસભા યોજાઈ

રાજ્ય સરકાર પ્રજાજનોના આંગણે પહોંચે તે હેતુસર નવા અભિગમ સાથે રાત્રિ સભા યોજાય છે. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પણ સમયાંતરે રાત્રિ સભા યોજે છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લાના કિશનાડ ગામે કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષપણા હેઠળ જિલ્લા કક્ષાની રાત્રિ સભા યોજાઈ હતી.
રાત્રિસભામાં પ્રાંત અધિકારીશ્રી એન.આર.પ્રજાપતિ, કાર્યપાલક ઈજનેરશ્રી(ગ્રામ્ય), તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નવીનભાઈ, આઈસીડીએસ અધિકારી રીટાબેન, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મુનિયા, તાલુકાના અધિકારીશ્રીઓ, કિશનાડ ગામના સરપંચશ્રી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાત્રિસભાના અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરશ્રીએ ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રજાલક્ષી જનહિતકારી અને કલ્યાણકારી યોજનાઓનો લાભ આપીને આંતરિયાળ અને ગ્રામીણ લોકોના સર્વાંગી વિકાસ કરવા કટિબધ્ધ છે. વધુમાં કલેકટરશ્રી મોડિયાએ જિલ્લામાં વારસાઈની કામગીરી ઓનલાઈન કરી હોવાથી ગામડાના ભણેલો વ્યકિત ધરે બેસીને આ કામગીરી કરી શકશે અને તેણે સરકારી કચેરીમાં આવવું નહિ પડે.
જિલ્લાક્ષાની રાત્રિ સભામાં કલેક્ટરશ્રીના હસ્તે સમાજ સુરક્ષાની અનાથ બાળકોના પાલક માતાપિતા યોજના હેઠળ સહાય, દિવ્યાંગ લાભાર્થીને યુનિક આઈડી કાર્ડ વિતરણ, સગર્ભા ધાત્રી માતાઓને કિટ વિતરણ, વિધવા અને વૃધ્ધ સહાય વિતરણ, પંડિત દીન દયાલ યોજના હેઠળ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાયના મંજૂરી પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.
કિશનાડ ગામજનોના ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, ગરીબી રેખા હેઠળના(BPL), પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે, સરદાર સરોવર યોજનાના નહેર અંગે વિગેરે જેવા પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી, જે શાંતિથી સાંભળ્યા બાદ કલેકટરશ્રીએ જિલ્લાના સંબધિત અધિકારીને સૂચના આપી હતી અને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવી ઉકેલ લાવવા ગ્રામજનોને ખાતરી આપી હતી અને ત્યારબાદ કલેક્ટરશ્રીએ મુખ્યમંત્રીશ્રીના જણાવ્યા મુજબ નોધારાના આધાર એવા ગામ લોકો સાથે બેસીને તેમને સાંભળવાના રાજ્ય સરકાર અભિગમથી રાજ્યનો અને ભરૂચ જિલ્લાનો કોઈ નાગરિક સુખથી વંચીત નહિ રહે તેમ તેમણે ઉમેર્યું હતું.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )