પોષણ અભિયાન અંતર્ગત ભરૂચ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જિલ્લામાં આવેલ દરેક કંપનીઓ કૂપોષિત બાળકોને દત્તક લે
-: કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા

રાજ્યમાં “પોષણયુક્ત ગુજરાત” બનાવવા ચાલુ કરવામાં આવેલ અભિયાનથી જિલ્લામાં કુપોષિત બાળકોને પોષણયુક્ત બનાવવાના કાર્યક્રમ અંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ઉપસ્થિત ભરૂચ અંકલેશ્વર, દહેજ, જંબુસર, વાગરા, ઝઘડિયા જિલ્લાની વિગેરે જીઆઈડીસી તેમજ રાજપારડીની જીએમડીસીમાં આવેલ ખાનગી પ્રા લિ. કંપનીઓના પ્રતિનિધિઓને જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં આવેલી દરેક આંગણવાડીઓમાં કુપોષણ બાળકોને જરૂરી પોષણયુક્ત આહાર રાજ્ય સરકાર ધ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત તમારી કંપનીઓ ધ્વારા આંગણવાડીની મુલાકાત લઈ કુપોષિત બાળકોને દત્તક લઈ સવિશેષ પ્રોટીન-પોષણયુક્ત આહાર આપવામાં આવે તે જરૂરી છે. પ્રા. કંપનીઓના પ્રતિનિધિઓના સુચનો સંભાળીને વધુમાં કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ જણાવ્યું કે, કઈ કંપનીને ભરૂચ જિલ્લાના કયા ગામ આપવામાં આવશે તે આયોજન સાથે તાત્કાલિક ધોરણે માહિતી આપવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, પ્રોગ્રામ ઓફિસર કોમલબેન, જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ, જીઆઈડીસીના પ્રતિનિધિશ્રીઓ વિગેરે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )