મોદી સરકાર લાવી રહી છે 100 રૂપિયાની નવી નોટ, દુનિયાના અનેક દેશમાં છે આવી નોટ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આગામી દિવસોમાં 100 રૂપિયાની નોટમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યા છે. આરબીઆઈ આ ફેરફાર માટે લાંબા સમયથી તૈયારી કરી રહ્યું છે, પણ હવે મોદી સરકારે તેને મંજૂરી આપી દીધી છે. તો આવો જાણીએ 100 રૂપિયાની નોટમાં શું ફેરફાર થવા જઈ રહ્યો છે.

હકીકતમાં જોઈએ તો, મોદી સરકારે ભારતીય રિઝર્વ બેંક દ્વારા 5 સેન્ટર પર પ્રાયોગિક ધોરણે 100 રૂપિયાની નોટમાં અરબ વાર્નિશ લગાવેલી નોટની શરૂઆત કરવાની મંજૂરી આપી છે.

ભારતમાં પાંચ જગ્યાએ હંગામી ધોરણે ચલણમાં આવશે
રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકૂરે રાજ્યસભામાં આ અંગેની જાણકારી આપી છે. અનુરાગ ઠાકૂરે જણાવ્યું હતું કે, સરકારે આ રિઝર્વ બેંકના પાંચ સેન્ટર શિમલા, જયપુર, ભુવનેશ્વર અને મૈસૂર તથા કોચ્ચિમાં પ્રાયોગિક ધોરણે 100 રૂપિયાની નોટમાં અરબ વાર્નિશ લગાવેલી નોટને મંજૂરી આપી છે. ઠાકૂરે જણાવ્યું હતું કે, આવુ કરવાથી નોટ વધારે સમય સુધી ઉપયોગ લાયક બની રહેશે જો કે, આના પર નોટ બનાવાનો ખર્ચ વધી જશે.

શું હોય છે વાર્નિશ નોટ
વાર્નિશ નોટ પર એક વિશેષ પ્રકારનું પડ લાગે છે, આ પડ નોટને જલ્દી ફાટવા દેતી નથી. ઉપરાંત નોટ ગંદી પણ થતી નથી. વાર્નિશ નોટ દુનિયાના અનેક દેશમાં ચલણમાં છે. ત્યારે હવે ભારતમાં પણ વાર્નિશ નોટ આવી રહી છે, જે જલ્દી ગંદી થતી અથવા ખરાબ થઈ જતી નોટોમાંથી છૂટકારો આપશે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )