તા.૮ માર્ચના રોજ ડીસા ખાતે જી.આઇ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને વિશાળ મહિલા સંમેલન યોજાશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આંતરરાષ્ટ્રી ય મહિલા દિવસની ઉજવણીની તૈયારીઓ માટે
પાલનપુર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

આગામી તા. ૮ મી માર્ચ, વિશ્વ મહિલા દિન નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ ટીડીસી ફાર્મમાં સવારે-૯.૦૦ કલાકે ગુજરાત રાજય ઔધોગિક વિકાસ નિગમના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂત અને ગુજરાત રાજય ઘેંટા અને ઉન વિકાસ નિગમના ચેરમેનશ્રી ભવાનભાઇ ભરવાડની ઉપસ્થિતિમાં વિશાળ મહિલા સંમેલન અને સ્વરોજગાર મેળો યોજાશે. આંતરરાષ્ટ્રી ય મહિલા દિવસની ઉજવણીની તૈયારીઓ માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર, આંગણવાડીઓમાં શ્રેષ્ઠે કામગીરી કરનાર બહેનોને માતા યશોદા એવોર્ડ, પશુપાલન ક્ષેત્રે કાઠું કાઢનાર મહિલા પશુપાલકોનું સન્માન, વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજુરી પત્ર વિતરણ, પોષણ પખવાડીયું, જિલ્લાકક્ષાએ રમત-ગમત સ્વ-સુરક્ષા કે વિશિષ્ઠુ સિધ્ધિઓ પ્રાપ્ત્ કરનાર મહિલાઓનું પ્રમાણપત્ર અને શાલ દ્વારા સન્માન કરવામાં આવશે. મહિલા સુરક્ષાને લગતા કાયદાકીય જોગવાઇઓ બાબતે જનજાગૃતિ લાવવામાં આવશે. સરકારશ્રીના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતી અને ઉત્કૃષ્ટજ કામગીરી કરનાર મહિલાઓનું પણ આ પ્રસંગે સન્માન કરાશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, નિવાસી અધિક કલેકટરશ્રી એલ. બી. બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. વી. વાળા, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી યશવંતીબેન ચાવડા, મહિલા અને બાળ સુરક્ષા અધિકારીશ્રી સુલોચનાબેન પટેલ, ડીસા પ્રાંત અધિકારીશ્રી હિરેન પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.કે.પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. મનીષ ફેન્સી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )