સિસોદરા ગામ માં મોડી રાત્રે રેતી ઉલેચવા માટે મશીન મૂકી જઈને જાતે જ કારની તોડફોડ કરી નુકસાન કરી ગ્રામજનોને માથે પાડવા સામે ગ્રામજનોમાં ભારે રોષ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


ગામની મહિલાઓ રાજપીપળા ખાતે પોલીસ મથક છે અને જિલ્લા પોલીસ વડા કચેરીએ મહિલાઓનો હલ્લાબોલ.
લીઝવાળા જાતે જ મશીન મૂકી જાતે જ કારની તોડફોડ કરી ગ્રામજનોને માથે પાડવાનો આક્ષેપ.
કોઈપણ સંજોગોમાં લીઝ ચાલુ નહીં કરવા દેવાનો ગ્રામજનોનો અલ્ટીમેટમ છેવટ સુધી લડી લેવાની ગ્રામજનોની તૈયારી.
જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરતાં સાંજ સુધીમાં મશીન હટાવી લેવાની હૈયાધારણ આપતી નર્મદા પોલીસ.
નાંદોદ તાલુકાના સિસોદરા ગામ માં રેતી ખનન નો મામલો પીછો છોડતો નથી. એક તરફ લીઝ વાળાએ ગાંધીનગર થી સિસોદરા નર્મદાના ભાથામાંથી રેતી ઉલેચવા માટે પરવાનગી લઈ આવ્યા તો બીજી તરફ ગ્રામજનો રેતીખનન સામે વિરોધ નોંધાવી રહ્યા છે. બે વાર રેતીખનન માટે પ્રયત્નો થયા હતા પણ ગ્રામજનોએ રેલી કાઢી આવેદન આપી ઉગ્ર વિરોધ કરી વાળાઓને ગામમાં ગુસ્સો નહીં દેતા પોલીસનો કાફલો ખડકી દેવાયો હોવા છતાં પોલીસને પણ પરત મોકલી ઉગ્ર વિરોધ કરવાથી હજી સુધી રેતી ખનન થવા દીધું નથી, ગઈકાલે લીઝ વાળાઓએ રેતી ઉલેચવાનું મશીન રાત્રે મૂકી જઈ નજીકમાં સફેદ કારના કાચ જાતે જ તોડી કાર નદી કિનારે મૂકી જતા ગ્રામજનો વિફર્યા હતા. અને આમલેથા પોલીસ ને લેખિત ફરિયાદ કરી હતી, ત્યારબાદ સિસોદ્રા ગામની મહિલાઓ રાજપીપળા ખાતે પોલીસ મથકે અને જિલ્લા પોલીસવડાની કચેરીએ જઈને હલ્લાબોલ કર્યો હતો અને લેખિતમાં રજૂઆત કરી હતી. મહિલાઓ તથા ગ્રામજનોએ જણાવ્યું હતું કે સિસોદરા ગામના ભાઠામાં લીઝવાળી વિવાદીત જગ્યા છે ત્યાં કોઈ અજાણી વ્યક્તિઓએ રાત્રે લગભગ 10 વાગ્યે હિટાચી કંપનીનું રેતી ઉલેચવાનું મશીન નંબર જીજે 05 સીઇ 7369 મૂકી ગયેલ છે, આ બિનવારસી મશીનને કોઈ નુકસાન થાય તો ગામલોકોની કોઈ જવાબદારી રહેશે નહીં. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ગ્રામજનોએ લેખિત જાણ પોલીસને કરી હતી અને જણાવ્યું હતું કે લીઝવાળા જાતે જ મશીન મૂકી ગયા છે અને જાતે જ કારની તોડફોડ કરી ગ્રામજનોને માથે પાડે છે અને વારંવાર ગ્રામજનોને હેરાન કરે છે, 30 જેટલી મહિલાઓના પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં પ્લીઝ ચાલુ નહીં કરવા દઈએ છેવટ સુધી લડી શું આવી રજૂઆતને પગલે જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરતાં સાંજ સુધીમાં મશીન હટાવી લેવાની હૈયાધારણ નર્મદા પોલીસે આપી હતી હવે એ જોવું રહ્યું કે આગળનું પગલું પણ કેવું ભરે છે.
ગ્રામજનોએ જણાવ્યું છે કે અમારું ગામડું વિસ્તારમાં આવેલ છે. ચોમાસાની ઋતુ દરમિયાન નદીના પાણીના લીધે ઘણીવાર ગામ લોકોનું સ્થળાંતર કરાવેલ છે. જેનો રેકોર્ડ મામલતદાર અને કલેક્ટરની કચેરીમાં પણ છે. નદીના પટમાંથી રેતી ખનન કરવામાં આવે તો નદીનું વહેણ બદલાઈ શકે તેમ છે. ચોમાસાની ઋતુ દરમિયાન નર્મદાનું પાણી ગામમાં આવવાની શક્યતા વધી જાય છે. ચોમાસા દરમિયાન કરજણ અને નદીનું પાણી પણ આ નદીમાં આવે છે. જેથી પૂરનું સંકટ વધારે છે. નદી કિનારાનો પટ અમારા ગામથી અડીને આવેલું છે જેથી સિસોદ્રા ગ્રામજનોએ જણાવ્યું છે કે રેતી વહન માટે રસ્તા માટે ગ્રામ પંચાયતની મંજૂરી લીધી નથી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )