ગંભીરા-બોરસદ માર્ગ પર કલેક્ટરનું જાહેરનામુ નેવે મૂકી ભારે વાહનોની અવર જવર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

-બોરસદ તરફથી ગંભીરા તરફ ભારે વાહનો ન આવે તે માટે ૨૪ કલાક ટ્રાફિક કર્મીઓ ફરજ બજાવે છે છતાં કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ

8 મહિના પહેલા ગંભીરા-બોરસદ માર્ગ પર થતાં અકસ્માતોને લઇને સરકારી તંત્ર આખરે નિર્ણય માર્ગ વનવે જાહેર કરવામાં આવ્યો હતો ભાદરણ ગંભીરા માર્ગ પર ભારે વાહનોના કારણ વાંરવાર અકસ્માતો સર્જાયા કરતા હતા જેમાં એક ગોઝારા અકસ્માત સહિત નાના મોટા દસથી વધુ અકસ્માતોમાં ઘણાં વ્યક્તિઓના જીવ ગુમાવ્યા હતા જેના પગલે આ વિસ્તારની જનતાએ રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તેઓએ ગંભીરા ભાદરણ માર્ગ પર મોટા વાહનો અને ભારે વાહનોની અવર જવર બંધ કરવા માટે માટેની માંગ કરીને બે વખતે રોડ ઉપર ચક્કાજામ કરી હતી જેના પગલે આણંદ જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ આખરે ગંભીરા ભાદરણ માર્ગ પર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવ્યો છે આ માર્ગને ભારે વાહનો માટે વન વે જાહેર કરવામાં આવ્યો હતો તારાપુર તરફથી આવતા ટ્રાફિક બોરસદ વાસદ ચોકડીથી ભાદરણ તરફ જતા બંધ કરી વાસદ તરફ તથા ડાળીથી રાસથી ભાદરણ જતાં વાહનોને બોરસદ ચોકડીથી આસોદર ચોકડી તરફ ડાયવર્ટ કરવામાં તેવી સૂચના આપી હતી જેના અનુસંધાન બોરસદની વાસદ ચોકડી અને કે.જી.હોટલ પાસે આવેલી ધુવારણ ચોકડી પર ભારે વાહનો આ માર્ગ પર ન જાય તે હેતુથી ટ્રાફિક પોલીસને ૨૪ કલાક ફરજ માટે ગોઠવી દેવામાં આવી છે તેમ છતાં ભારે વાહનો અહીંથી મોડી રાત્રિથી વહેલી સવાર સુધી પસાર થતા ટ્રાફિક પોલીસ પર સવાલો જોવા મળ્યા છે કે કઇ રીતે આ ભારે વાહનો પોલીસ હોવા છતા અહીંથી પસાર થાય છે

રીપોર્ટ : પીનલ પટેલ, કોશિન્દ્રા(આંકલાવ)

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )