સુરત જિલ્લાના ખેડુતો માટે ખેતીવાડી તથા બાગાયતી યોજનાઓના લાભો લેવા માટે આઈ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ખેડુતો સમગ્ર માર્ચ, એપ્રિલ મહિના દરમિયાન અરજી કરી લાભ લઈ શકે છેઃ

ખેતીવાડી અને બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે સુરત જિલ્લાના ખેડુતો માટે તા.૧/૦૩/૨૦૨૦ થી તા.૩૦/૦૪/૨૦૨૦ દરમ્યાન આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. જે ખેડુતમિત્રોએ ખેતીવાડી તથા બાગાયત ખાતાની કોઇ પણ યોજનામાં વર્ષ ૨૦૨૦ – ૨૧ દરમ્યાન લાભ લેવા માંગતા હોય તેઓએ પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઈ ખાનગી ઈન્ટરનેટના માધ્યમથી ikhedut.gujarat.gov.in વેબસાઈટ સવારના ૧૧.૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન ૭/૧૨,૮-અ ની નકલ,આધાર કાર્ડની નકલ., રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા માંગતા ઘટકમાં તા.૩૦મી એપ્રિલ સુધીમાં અરજી કરવાની રહેશે.

બાગાયતી યોજનાઓની અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનિક કાગળો સાથે સાત દિવસમાં નાયબ બાગાયત નિયામકની કચેરી,લાલ બંગલા સામે,ઓલપાડી મહોલ્લો,અઠવાલાઇન્સ, સુરત તથા ખેતીવાડીની યોજનાઓની અરજી ગ્રામસેવક, તાલુકાકક્ષાએ વિસ્તરણઅધિકારી(ખેતી) અધિકારી મોકલી આપવાની રહેશે.
ખેતીવાડી માટે ટ્રેકટર સહાય, કૃષિ યાંત્રિકરણ, સિંચાઈના સાધનો માટે પંપ સેટ, ખુલ્લી-અંડર પાઈપલાઈન, ઈલેકટ્રીક મોટર, તાડપત્રી, પાક સંરક્ષણના સાધનો જેવી યોજનાઓ તથા બાગાયતી યોજનાઓમાં કેળ ટીસ્યું, પપૈયા, ઘનિષ્ઠ વાવેતર, ફળ પાક પ્લા.મટીરીયલ, દાંડીવાળા ફુલો, છુટા ફુલો, કંદ ફુલો, હાઇબ્રીડ બીયારણ, પ્લાસ્ટીક આવરણ, બેટરી ઓપરેટડ પંપ, સ્વંય સંચલીત બાગાયતી મશીનરી, ટુલ્સ ઇકવીપમેન્ટ (તાડપત્રી અને કેરેટ્સ) પાવર ટીલર, વોટર સોલ્યુબલ ખાતર, કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, પાકા મંડપ, વેલાવાળા શાકભાજીમાં ટીસ્યું કલ્ચર પ્લા. મટી, સરગવાની ખેતી વગેરે સહાયના ધટકોના લાભ મેળવવા અરજી કરી શકે છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )