સૂરત શહેર રોડ સેફટી કાઉન્સીલની બેઠક અધિક પોલીસ કમિશનર એચ.આર.મુલીયાના અધ્યક્ષસ્થાને યોજાઈઃ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

માર્ગ પર થતા અકસ્માતો, ટ્રાફિકનું પ્રમાણ ઘટે તેવા આશયથી સુરત શહેર રોડ સેફટી કાઉન્સીલની બેઠક અધિક પોલીસ કમિશનરશ્રી એચ.આર.મુલીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

પોલીસ કમિશનર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં શ્રી મુલીયાનાએ શહેરમાં આવેલા ઓવરબ્રિજો તથા અન્ય સ્થળોએ દિવસ દરમિયાન વૃક્ષોના કુંડાઓને પાણી પીવડાવવામાં આવે છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી આવી કામગીરી રાત્રિના સમયગાળા દરમિયાન થાય તેવું આયોજન કરવા જણાવ્યું હતું. ઉપરાંત શહેરના ટ્રાફિક આઈલેન્ડનું રિપેરીંગ કામ શકય હોય તો રાત્રિના સમયગાળા દરમિયાન કરવાની સૂચના આપી હતી. શહેરમાં ફેટલ એક્સિડન્ટ થયા બાદ આર.ટી.ઓ., ટ્રાફિક પોલીસ તથા સુરત મહાનગરપાલિકાના અધિકારી સાથે સંયુકત મુલાકાત લેવા તથા વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન બનાવવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

હાઈવે પર રિફલેટર વિના તથા એરલાઈટ વિનાના વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવા કમિશનરશ્રીએ સૂચના આપી હતી. બેઠકમાં સભ્યશ્રીઓએ શહરેમાં ફુટપાથ પર થતા પાર્કિગ, સ્પીડ બ્રેકર મુકવા, રોડ માર્કીંગ, સર્વિસ રોડ પરના ગેરકાયદેસર પાર્કિગ કરતાં વાહનોને દુર કરવાની રજુઆત કરી હતી.

ખાસ કરીને અકસ્માત થયા બાદ વાહન અકસ્માત સહાય યોજના હેઠળ દર્દીઓને હોસ્પિટલો દ્વારા સહાય આપવામાં આવે તે બાબતે જનજાગૃતિ કેળવાય તેમજ હોસ્પિટલો દ્વારા જરૂરી સહયોગ મળી રહે તે માટેના પ્રયાસો કરવાની ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં નાયબ પોલીસ કમિશનર(ટ્રાફિક)શ્રી પ્રશાંત સુંબે, ડે.મ્યુ.કમિશનરશ્રી રાજેશ પંડયા, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ડી.કે.ચાવડા, માહિતી વિભાગ, સ્ટેટ હાઇવે અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન અને સૂચનાઓ સાથે રોડ સેફ્ટી અંગે વિચાર વિમર્શ કર્યો હતો.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )