ઉનાઇ ખાતે બે દિવસીય ઉનાઇ ઉત્સવનો પ્રારંભ : ઉનાઇ ઉત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને આદિવાસી નૃત્યોને લોકોને મંત્રમુગ્ધ કર્યા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ ઉનાઇ ખાતે રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉનાઇ માતાજીના મંદિરના પટાંગણમાં ઉનાઇ મહોત્સવ-૨૦૧૯-૨૦ નો શુભારંભ જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલ, કલેકટર શ્રી આદ્રા અગ્રવાલ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીકે દિપ પ્રગટાવીને કરાવ્યો હતો.
સમગ્ર ઉનાઇ નગરમાં આજે ભવ્ય શોભાયાત્રા નીકળતા નગરજનોએ યાત્રાને ફુલોથી વધાવી માતાજીના ભાવપૂર્વક દર્શન કર્યા હતાં. ઉનાઇ મંદિર પરિસરને ફુલોથી શણગાર કરી, ભવ્ય રોશનીથી દિવ્ય નજારો લોકોએ અનુભવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકારે ગુજરાતના યાત્રાધામને વિકાસ કરી જે તે વિસ્તારની સ્થાનિક સંસ્કૃતિને જાણવા અનેરો પ્રયાસ હાથ ધર્યો છે. વૈશ્વિકકક્ષાએ કલાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યુ છે. . ભારતીય સંસ્કૃતિમાં કલાનું રહેલું મહત્વ દર્શાવે છે. કલા જ વ્યક્તિના જીવનમાં અને સમાજમાં રંગ પૂરે છે. કલા જીવનને જીવવાલાયક બનાવે છે. કલામાં થાકેલા માણસનો થાક દૂર કરવાની અને નિરાશ વ્યક્તિના જીવનમાં આશા ભરવાની તાકાત છે આવી સ્થિતિમાં ઉનાઇ ઉત્સવ શરૂ કરવા બદલ પ્રમુખશ્રીએ રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.
આપણા સમાજમાં સંસ્કૃતિને સોળે કલાએ ખીલવવાનું માધ્યમ બનશે. રાજ્યમાં ગીત-સંગીત-નૃત્ય-અભિનય જેવા કલાના વિવિધ સ્વરૂપ તેની પૂર્ણ કક્ષાએ ખીલી ઉઠશે. ઉનાઇ ઉત્સવને મન ભરીને માણે અને કલાના માધ્યમથી આપણા સૌના જીવનનો સર્વાંગી વિકાસ થાય તેવી શુભકામના સાથે તેમણે સૌને અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લા કલેકટરશ્રી આદ્રા અગ્રવાલે જણાવ્યું હતું કે, સૌના જીવનમાં કલાનું અનેરૂં મહત્વ છે તેમજ વિવિધ કલાના માધ્યમથી ધ્યાન, ચોકસાઇ તેમજ એકાગ્રતા જેવા ગુણોનો વિકાસ થાય છે આપણી ઐતાહિસક ધરોહર એવા પૌરાણીક કલા વારસોને ટકાવી રાખવા તથા આપણી ભાવિપેઢીને તેનાથી વાકેફ કરવા તેમજ યુવાનોમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાં અને તેમનાંમાં પડેલી ટેલેન્ટને બહાર લાવવા માટે સરકારશ્રી પ્રયાસો કરી રહી છે.
ઉનાઇ ઉત્સવમાં સ્થાનિક કલાકારો સહિત ગુજરાતના નામાંકિત કલાકારોના નૃત્યોને નાગરિકોઍ મોડી રાત સુધી કાર્યક્રમને માણ્યો હતો.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી આર.સી.પટેલ, અગ્રણીઓ શ્રી રસિકભાઇ ટાંક, શ્રી કરસનભાઇ ટીલવા, ઉનાઇ સરપંચ શ્રીમતી જયોતિબેન, ખંભાલીયાના સરપંચ શ્રીમતી સુરેખાબેન તેમજ ઉનાઇ અને આસપાસના ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી ઉનાઇ ઉત્સવને માણ્યો હતો.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )