વાલીયા સિલુડી રોડ નું સમારકામ નહિ થતા ચાર ગામ ના લોકો એ ચક્કાજામ કર્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


=15 વર્ષ થી રોડ નું સમારકામ નહિ થતા ખસ્તા હાલત
=વાલિયા અંકલેશ્વર રોડ પર ચક્કાજામ કર્યો

વાલિયાથી સીલુંડી થઇ નંદાવ નેશનલ હાઈવેને જોડતા માર્ગનું છેલ્લા 15 વર્ષ થી સમારકામ નહિ થતાં ચાર ગામના ગ્રામજનો એ અંકલેશ્વર-વાલિયા માર્ગ પર ચક્કાજામ કરી રોડ નું સમારકામ વહેલી ટેકે થાય તેવી માંગણી કરી હતી

વાલિયા થી સીલુંડી ગામ થઈ માંગરોળ તાલુકાનાં નંદાવ ગામ પાસે આવેલ નેશનલ હાઇવે નંબર-48ને જોડતો માર્ગ આવેલ છે આ માર્ગ છેલ્લા 15 વર્ષથી અત્યંત બિસ્માર બન્યો છે આ માર્ગ પરથી સીલુંડી,ધોડા અને ડુંગરી,દોદવાડા ગામનાઅવર જવર કરે છે અત્યંત બિસ્માર માર્ગને પગલે ગ્રામજનો ભારે હાલાકી નો સામનો કરી રહ્યાં છે આ માર્ગનું નિર્માણ કરવા બાબતે ચાર ગામના આગેવાનોએ સંબંધીત કચેરીઓમાં રજૂઆત કરી હતી પરંતુ તંત્રના તાલમેલને અભાવે ચાર ગામના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે જે બિસ્માર માર્ગથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકો માર્ગ પર ઉતરી આવ્યા હતા અને વાલિયા ગામની સીલુંડી ચોકડી ખાતે યૂથ પાવરના આગેવાન રજની વસાવા,મહમદ ફકીર,રવજીભાઈ વસાવા,સીલુંડી ગામના સરપંચ મહીન્દ્રભાઈ વસાવા,ડુંગરી ગામના સરપંચ પોપટ વસાવા,ધોડા ગામના સરપંચ અર્જુન વસાવા તેમજ ચાર ગામના આગેવાનોએ વાલિયા-અંકલેશ્વર માર્ગ પર ચક્કાજામ કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોના ચક્કાજામને પગલે રોડની બંને બાજુ વાહનોની લાંભી કતારો જોવા મળી હતી સ્થાનિકોના વિરોધનાં પગલે વાલિયા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો સ્થાનિકોએ માર્ગની કામગીરી વહેલી તકે કરવામાં નહિ આવે તો એક મહિના પછી એક પણ વાહન આ મુખ્ય માર્ગ પરથી પસાર નહિ થવા દેવા અંગે ચીમકી ઉચ્ચારી છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )