ઝઘડીયા જી . આઇ . ડી . સી માં આવેલ MTZ કંપનીમાંથી લોખંડની ચોરીનો સામાન ભરેલ ટેમ્પા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પોલીસ મહાનિરિક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓએ જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના આપેલ હોય

જે અનુસંધાને એલ . સી . બી ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર જે . એન . ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ એલ . સી . બી ભરૂચ ના પો . સ . ઇ એ . એસ . ચૌહાણ તથા પોલીસ માણસોની અલગ – અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરેલ છે જે અનુસંધાને એલ . સી . બી સ્ટાફના પો . કો . જયરાજભાઇ તથા પો . કો . કિશોરભાઇ નાઓ ઝઘડીયા વિસ્તારમાં પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે વહેલી સવારે ઝઘડીયા જી . આઇ . ડી . સી વિસ્તારમાં આવેલ MTZ કંપનીમાંથી એક ઇસમને આઇસર ટેમ્પામાં ચોરી કરી ભરેલ લોખંડ ના સામાન તથા લોખંડ કટીંગ કરવાના ગેસ કટર સાથે ઝડપી પાડી ઝઘડીયા પો . સ્ટે . મા સરકાર તરફે ફરીયાદ દાખલ કરી આ ચોરી ના ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામા આવેલ છે .

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ

નંબર – GJ – 16 – AU – 6507 માં ભરેલ લોખંડની અલગ અલગ સાઇઝ તથા વજનની એંગલો તથા લોખંડના પાર્ટસ કુલ ૫૦૦૦ કી . ગ્રા કી . રૂ . ૦૧ , ૦૦ , ૦૦૦ / – તેમજ ઓક્સિજનના ચાર બોટલ તથા એલ . પી . જી ગેસ બોટલ કી . રૂ . ૪૦ , ૫૦૦ / – તથા આઇસર ટેમ્પો નંબર – GJ – 16 – AU – 6507 કી . રૂ . 03 , 00 , 000 / – તેમજ બે મોબાઇલ ફોન સહીત કુલ કી . રૂ . ૦૪ , ૪૩ , ૦૦૦ / – નો મુદ્દામાલ

પકડાયેલ આરોપી

અનિલકુમાર S / O પુરન યાદવ રહે . હાલ – શાંતીનગર – ૨ , લક્ષ્મણ પ્લમ્બર ની રૂમમાં ભાડેથી , રાજપીપળા રોડ , અંક્લેશ્વર GIDC જી – ભરૂચ મુળ રહે-શીકરોલી પોસ્ટ – નરહારપુર થાના – ખોલારી જી – ગોન્ડા ઉત્તરપ્રદેશ

ઉપરોકત ચોરીના ગુનામાં મુખ્ય સુત્રધાર ઝઘડીયા GIDC મા ભંગાર લે – વેચ નો ધંધો કરતા નફીસખાન નેકસેખાન નો હોવાનું તપાસ દરમ્યાન જણાયેલ છે . દાખલ કરવામાં આવેલ ગુનો

ઝઘડીયા પો . સ્ટે . ગુ . ર . નંબર પાર્ટ – A ૧૧૧૯૯૦૨૮૨૦૦૧૦૨ / ૨૦૨૦ ઇ.પી.કો.ક – ૪૪૭ , ૩૮૦ , ૧૧૪ મુજબ

આરોપી ની એમ .ઓ

આ કામે પકડાયેલ આરોપી અનિલ કુમાર પુરન યાદવ રાત્રીના સમયે બંધ કંપની માંથી લોખંડ ના સામાન ની ચોરી કરવાની ટેવવાળો છે .

કામગીરી કરનાર ટીમ

પો . સ . ઇ એ . એસ . ચૌહાણ તથા ASI બાલુભાઇ તથા પો . કો . જયરાજભાઇ તથા પો . કો કિશોરભાઇ એલ . સી . બી ભરૂચ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )