અંકલેશ્વર ગુંજ સોશીયલ ગ્રુપ દ્વારા પાંચમા સમૂહ લગ્ન નું આયોજન કરાયું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

 
= સોળ સંસ્કારોથી અલંકિત થઇ 50 નવદંપતી ઓ એ પ્રભુતા માં પગલાં માંડ્યા 
= બે ટ્રેલર માં 50 વરરાજા નો વરઘોડો નીકળ્યો 

સાંપ્રત સમયમાં લગ્નપ્રસંગો ખર્ચાળ બની રહયાં છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મદદરૂપ થવાના ઉમદા આશયથી અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગુરૂવારના રોજ પાંચમા સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગૃપ તરફથી સતત પાંચમા વર્ષે પણ સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. હાંસોટ રોડ પર આવેલાં ગુંજ ગ્રાઉન્ડ ખાતે આયોજીત સમુહ લગ્નોત્સવમાં 50 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં બે ટ્રેલર માં 50 વરરાજા નો વરઘોડો નીકળ્યો હતો આ વરઘોડો શહેર ના મુખ્ય માર્ગ પર થી પસાર થતા લોકો માંઆકર્ષણ જમાવ્યું હતું . લગ્નગંથ્રિથી જોડાવા જઇ રહેલી દીકરીઓએ સોળ સંસ્કારથી અલંકિત કરી, સમર્પણ, સમજણ અને સેવાનું ભાથુ આપી વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, ગુંજ સોશિયલ ગૃપના પ્રમુખ સુધીર ગુપ્તા, પ્રોજેકટ ચેરમેન ધર્મેશ ચાવડા, કો- ચેરમેન સંદિપ પટેલ, સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. 50  યુગલોને કરિયાવર તથા અન્ય ભેટ સોગાદો આપવામાં આવી હતી

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )