મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પિતૃ વત્સલ સંવેદના

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ભરૂચની કાવ્યા ઉર્ફે પ્રિન્સીને સરકારની પાલક માતા- પિતા યોજના હેઠળ સહાય આપવામાં આવશે

ભરૂચના ધોળીકુઇ વિસ્તારની વિઘવા મહિલાનું ભરૂચની સીવીલ હોસ્પિટલમાં ટીબીની બિમારીને કારણે મૃત્યુ થયું હતું. પતિના અવસાન બાદ મૃતક મનીષાબેન અને તેની પૂત્રી કાવ્યા ઉર્ફે પ્રિન્સીનો એક માત્ર સહારો હતો. માત્ર છ વર્ષની કાવ્યા ઉર્ફે પ્રિન્સીએ પિતા ગુમાવ્યા બાદ માતાનો સહારો પણ ગુમાવતા કાવ્યા ઉર્ફે પ્રિન્સી અનાથ બની છે.
રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને આ વાત ધ્યાનમાં આવતા તેમને ભરૂચ કલેકટર ડો.એમ.ડી.મોડિયાને આ કુમળા ફૂલને રાજય સરકારની જરૂરી તમામ મદદ કરવાની સુચના આપી અનોખી પિતૃ વત્સલ સંવેદના વ્યકત કરી હતી.
માતા-પિતાનું છત્ર ગુમાવનાર કાવ્યા ઉર્ફે પ્રિન્સીને જરૂરી સરકારી મદદ પહોંચાડવા કલેકટરશ્રીએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને સુચનાઓ આપી સત્વરે ઘટતી તમામ કાર્યવાહી સત્વરે કરવા જણાવ્યું.
ગઇ કાલે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને બાળ સુરક્ષા અધિકારી ધ્વારા કાવ્યા ઉર્ફે પ્રિન્સીના દાંડીયાબજાર, કોલીવાડ – ભરૂચ ખાતે રહેતા મોટા કાકાશ્રી રવિન્દ્રભાઇ બારીયાની રૂબરૂ મુલાકાત લીધી હતી. હાલમાં કાવ્યાના પ્રિન્સીના મોટા કાકાએ કાવ્યાના પાલન પોષણની જવાબદારી લીધી હોઇ નાનકડી કાવ્યા ઉર્ફે પ્રિન્સીને રાજય સરકારની પાલક માતા- પિતા યોજના હેઠળ સંવેદનશીલ પ્રશાસન ધ્વારા ઝડપભેર સહાય મળે તે દિશામાં કાર્યવાહી હાથ ઘરેલ છે.
આજ રોજ કાવ્યા ઉર્ફે પ્રિન્સીના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ સહિતની કામગીરી કરવામાં આવી હતી. અને જે અન્વયે જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાના હસ્તે આધારકાર્ડ માટેની અરજી કોપી કાવ્યા ઉર્ફે પ્રિન્સીના મોટા કાકાને આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.વાય.મંડોળી, પ્રોબેશન અધિકારીશ્રી મુનીયા, બાળ સુરક્ષા અધિકારીશ્રી ભવાનભાઇ મકવાણા ઉપસ્થિત રહયા હતા.
કાવ્યા ઉર્ફે પ્રિન્સીના મોટાકાકાએ લાગણીવશ થઇને “જિલ્લા તંત્ર ધ્વારા સમાજ સુરક્ષાના અધિકારીશ્રીઓએ અમારી રૂબરૂ મુલાકાત લઇ પ્રિન્સીને રાજય સરકારની યોજનાનો લાભ મળશે તેવી હૈયાધારણા આપી હતી. આજે કાવ્યાનું આધારકાર્ડની કાર્યવાહી તાત્કાલિક પુરી થઇ ગયેલ છે.અમારા જેવા ગરીબોની ચિંતા કરી છે. જેના અમો આભારી છીએ”.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.વાય.મંડોળીએ પાલક માતા- પિતા યોજના વિષે જણાવતા કહયું કે આ યોજના હેઠળ ૦ થી ૧૮ વર્ષ સુધીના અનાથ બાળકો કે જેના માતા-પિતા બન્ને મૃત્યુ પામેલ હોય અથવા પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તેવા બાળકોના ઉછેર કરનાર પાલક માતા-પિતાને બાળકના ઉછેર અને શૈક્ષણિક વિકાસ માટે પ્રતિમાસ રૂ.૩૦૦૦/- લેખે ૧૮ વર્ષ સુધી સહાય આપવામાં આવે છે. પાલક માતા-પિતાની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.૩૬૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭૦૦૦/- થી વધુ હોવી જોઈએ તેવા પાલક માતા-પિતા અરજી કરવાને પાત્ર છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )