રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તળે માસીક રૂ.૧૨૫૦ સહાય ચૂકવવામાં આવેછે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જૂનાગઢ પાશેના દોલતપરા વિસ્તારમાં રહેતા પ્રવિણાબેન ભરખડાને આજે ગંગા સ્વરૂપા યોજનાનો મંજૂરી આદેશ આપવામાં આવ્યો હતો. મંજૂરી આદેશ મળતા પ્રવિણાબેને કહ્યું કે, મને માસીક ૧૨૫૦ સહાય મળશે એ મારા કુટુંબ માટે ખૂબ ઉપયોગી છે. દીકરા હોય છતાં સહાય મળે તેવીઆ યોજના અમારા જેવી બહેનો માટે આશીર્વાદરૂપ છે. ૬૦ વર્ષ વટાવી ચૂકેલા પ્રવિણાબેને વધુમાં કહ્યું કે હવે કાય થઈ શકે તેમ નાથઈ ત્યારે કુટુંબીજનોને આ સહાય ટેકારૂપ બનશે. પ્રવિણા બહેનની આ વાતમાં સૂર પુરાવી ઝાંઝરડા રોડ પર રહેતા જોશનાબેન .. એ જણાવ્યું કે મહિલા અને બાળ અધિકારીણી કચેરીનો ખૂબ સારો અભિગમ છે.અમને ફોર્મ ભરી આપવાની સાથે કેમ્પ રાખી પોસ્ટમાં ખાતું પણ ખોલાવી આપેલ છે એટલે અમારા પ્રશ્નોનું સ્થળ પરજ નિવારણ થઈ જાય છે

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )