દેડીયાપાડા તાલુકાના ઉમરાણ ગામની ઘટના : મોટરસાયકલ ના સ્પેરપાર્ટ કાઢી લેવાનું કૌભાંડ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


લગ્નમાં લઇ ગયેલ મોટરસાયકલની ઉઠાંતરી કરી ઉમરપાડા તાલુકાના આબડી જંગલમાં લઈ જઈ મોટરસાયકલ ના સ્પેરપાર્ટ કાઢી મોટરની સળગાવી દેતા ચકચાર.
દેડીયાપાડા તાલુકાના ઉમરાણ ગામેથી મોટરસાયકલ ના સ્પેરપાર્ટ કાઢી લેવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં ઉમરાણ ગામે લગ્નમાં લઇ ગયેલ મોટરસાયકલની ઉઠાંતરી કરી ઉમરપાડા તાલુકાના આબડી જંગલમાં લઈ જઈ મોટરસાયકલ ના સ્પેરપાર્ટ કાઢી મોટરની સળગાવી દેતા ચકચાર મચી જવા પામી છે. આ બાબતની પોલીસ ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકે નોંધાઇ છે.
જેમાં ફરિયાદી દિનેશભાઈ જલમસિંગભાઈ વસાવા (રહે, વાડવા, નિશાળ ફળિયું)એ અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી દિનેશભાઈ ઉમરાણ ગામે લગ્નમાં મોટરસાયકલ નંબર જીજે 22 ઈ 6417 લઈને ગયેલા. રાત્રીના આશરે દશ વાગ્યાથી રાત્રિના બારેક વાગ્યાના સમય દરમિયાન કોઇ ચોરી મોટરસાયકલ ની ઉઠાંતરી કરી હતી.આ મોટરસાઈકલ ચોરી કરી લઇ જઇ ઉમરપાડા તાલુકાના આંબડી જંગલમાં લઈ ગયા હતા, ત્યાં મોટરસાયકલ ના સ્પેર પાર્ટ્સ કાઢી લઈ મોટરસાયકલના બીજા ભાગને સળગાવી દઈ આશરે 5000 જેટલા મોટર સાયકલમાં નુકસાન કરી પુરાવાનો નાશ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )