આણંદ જિલ્‍લામાં ગ્રામસભાઓનો પ્રારંભ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વિવિધ વિભાગોના અધિકારીઓ ગ્રામસભામાં હાજર રહી
વિવિધ વિકાસ કામોની સમીક્ષા તથા ચર્ચા કરશે

જિલ્‍લામાં ૩૫૧ ગ્રામસભાઓ યોજાશે
આણંદ – ગુરૂવાર :: ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ દર વર્ષે ગ્રામસભાઓની પ્રથમ બેઠક વર્ષના પ્રારંભના બે માસની અંદર ભરવામાં આવે છે.
આ ગ્રામસભાનો મુખ્‍ય હેતુ ગામમાં સામાજિક સમરસતા, પંચાયતી રાજ વ્‍યવસ્‍થાને વધુ મજબૂત અને સુદ્રઢ કરવાની સાથે ગ્રામ્‍ય વિકાસને ઉત્તેજન આપવું અને ખેડૂતોનું જીવન ધોરણ ઉંચું લાવવાનો છે.
આ ગ્રામસભા દરમિયાન વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહી પોતાના વિભાગની યોજનાઓ વિશે જાણકારી આપશે.
આ ગ્રામ સભામાં ૧૪મા નાણાંપંચ હેઠળ કરવામાં આવેલ કામોની સમીક્ષા કરવાની સાથે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, આધારકાર્ડ અમલીકરણ તથા એસઇસીજી-૨૦૧૧ના ડેટાની વિગતો મેળવવામાં આવશે તેમજ કેન્‍દ્ર અને રાજય સરકાર પુરસ્‍કૃત યોજનાઓની પણ ચર્ચા કરવામાં આવનાર છે.
તદ્અનુસાર આણંદ જિલ્‍લામાં જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ અને જિલ્‍લા વિકાસ અધિકારી
શ્રી આશિષકુમારના સીધા માર્ગદર્શન હેઠળ ગ્રામસભાઓનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જે અંતર્ગત જિલ્‍લામાં ૩૫૧ ગ્રામસભાઓ યોજાશે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )