મિડીયામાં અહેવાલ પ્રસારિત થતાં…
નેત્રંગ ચારરસ્તા ઉપરના એક-એક ફુટ ઉંડા ખાડા પુરવા તંત્ર કામે લાગ્યું.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  • પાંચ-છ મહિનાથી સમારકામ કરાયું ન થતું હતું ,રોજેરોજ અકસ્માતોની બનતી ઘટના બનતી હતી,,
  • મિડીયાના પ્રતિનિધિએ કલેક્ટરનું ધ્વાન દોરતા તાત્કાલીક ધોરણે કામગીરી શરૂ થઇ,વાહનચાલકોમાં આનંદ,

નેત્રંગ ચારરસ્તા ઉપરના એક-એક ફુટ ઉંડા ખાડા પુરવા તંત્ર કામે લાગ્યું હતું

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકે આવેલા ચારરસ્તા ઉપર ચોમાસાની સિઝનમાં ભારે વરસાદી પાણીથી રસ્તાનું ભારે ધોવાણ થયું હતું,અને રસ્તા ઉપર એક-એક ફુટ ઉંડા ખાડા પડતા રસ્તાના નિમૉણની કામગીરીમાં ભારે ગોબાચારી થઇ હોવાનું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે,નેત્રંગ ચારરસ્તા ઉપર ખાડા પડતા માગૅ-મકાન વિભાગના જવાબદાર અધિકારીઓએ સદબુધ્ધી ગુમાવતા ડામર રસ્તા ઉપર માટીનું પુરાણ કરી દીધું હતું,અને વરસાદી પાણીમાં ફરી ધોવાણ ધઇ ગયું હતું,જેને પાંચ-છ મહિના જેટલો લાંબો સમય પસાર થવા છતાં માગૅ-મકાન વિભાગના જવાબદાર અધિકારીઓની કામગીરી પ્રત્યેની નિષ્કાળજીના કારણે સમારકામ કરવામાં આવત ન હતું,,આ બાબતે સ્થાનિક રહીશો ધ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી હતી,ત્યારે કામગીરી ચાલે છે,થોડા સમયમાં ખાડા પુરાઇ જશે,તેવા જવાબ આપીને છટકબારી શોધી કાઢતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે,અને રોજેરોજ જીવલેણ અકસ્માતોની ઘટના બને છે,નિદૉષ નાગરિકોના હાડકા ભાંગી રહ્યા છે,રાત્રીના સમયે વાહનચાલકોની મામુલી ગફલતથી મોટી હોનારત ઘટના બની શકે છે,અને મોટી જાનહાની ઘટના બનશે તો તેની મુખ્ય જવાબદારી માગૅ-મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ રહેશે તેવું લોકમુખે ચચૉનો વિષય બન્યો છે,તેવા સંજોગોમાં મિડીયામાં સતત આ બાબતે અહેવાલ પ્રસારિત થતાં હતા,આખરે મિડીયાના પ્રતિનિધિએ ભરૂચ કલેક્ટર સાથે ટેલિફોનીક વાતચીત કરીને રસ્તા ઉપર એક-એક ફુટ ઉંડા ખાડાની માહિતી આપી હતી,જેથી જીલ્લા કલેક્ટરની સુચનાથી માગૅ-મકાન વિભાગે તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરતાં વાહનચાલકો,ગ્રામજનો અને રહીશોમાં આનંદ વ્યાપી જવાા પામ્યો હતો,

  • ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )