લાઈફ મિશન કેન્દ્ર, સુરતના ઉપક્રમે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ ખાતે તાલુકા કક્ષાની નિબંધ તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

લાઈફ મિશન કેન્દ્ર, સુરતના ઉપક્રમે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ ખાતે તાલુકા કક્ષાની નિબંધ તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
“ગાંધીજીના સ્વપ્નનું ભારત” એ થીમ ઉપર યોજાયેલી આ સ્પર્ધામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના ક્લસ્ટર કક્ષાએ વિજેતા કુલ ૨૨ બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. આ પ્રસંગે બીઆરસી કો-ઓર્ડીનેટર કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે ગાંધીજી રાષ્ટ્રપિતા જ નહીં પણ એક મહામાનવ હતા. તેઓ પ્રેમના મસિહા, સમાજના ઉદ્ધારક એવા વૈશ્વિક પુરુષ હતા. તેમણે લાઈફ મિશન કેન્દ્ર, સુરતના જયેન્દ્રભાઈ દેસાઈની આવી બાળકેન્દ્રી પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
આ પ્રસંગે લાઈફ મિશન કેન્દ્ર, સુરતના અગ્રણી જયેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આપણે એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે દેશ અને દુનિયા સમક્ષ મહાત્મા ગાંધીજીના સ્વપ્નના ભારતનું ચિત્ર રજૂ કરવું એ એક શુભ વિચાર છે. આ પ્રસંગે તાલુકા પંચાયત ઓલપાડના ઉપપ્રમુખ દિપેશભાઇ પટેલ તથા કારોબારી અધ્યક્ષ આશિષસિંહ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સ્પર્ધાના અંતે નીચે મુજબ પરિણામો ઘોષિત થયા હતા. નિબંધ લેખન: પ્રથમ- માનસી વિજયભાઈ રાવળીયા (અસ્નાબાદ પ્રાથમિક શાળા), દ્વિતીય- દિયા મનહરભાઈ આહિર (કરંજ પ્રાથમિક શાળા), તૃતીય- ટીશા નરેશભાઈ આહિર (કુદીયાણા પ્રાથમિક શાળા). વકતૃત્વ સ્પર્ધા: પ્રથમ- શબાના ઇસ્તાખર મન્સૂરી (અસ્નાબાદ પ્રાથમિક શાળા), દ્વિતીય- ક્રિષા કાંતિભાઈ આહિર (કુદીયાણા પ્રાથમિક શાળા), પિંકલ મહેશભાઈ લીમ્બાચીયા (સાયણ પ્રાથમિક શાળા).
વિજેતા તમામ સ્પર્ધકોને ઉપસ્થિત મહાનુભવોના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. સાથેજ ઈન્સ્પાયર એવોર્ડમાં રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ પરિયા પ્રાથમિક શાળાના શિક્ષક ભાર્ગવપ્રસાદ ત્રિવેદી તથા વિદ્યાર્થી સેજલ ગામીતને જયેન્દ્રભાઈ દેસાઈના હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે દીપલ ભટ્ટ(અટોદરા), સંગીતા ભીંગરાડિયા( ઓલપાડમુખ્ય), રાજેશ પટેલ (ઓલપાડબ્રાંચ), ભરત પટેલ (કીમ), બળવંત આહિર (કુદસદ) તથા મહેન્દ્રસિંહ ગોહિલ (સાયણ) એ સેવા બજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાયણના સી.આર.સી.કો-ઓર્ડીનેટર મિતેશ પટેલે કર્યું હતું. અંતમાં આભારવિધિ કરંજના સી.આર.સી.કો-ઓર્ડીનેટર વિજય પટેલે આટોપી હતી.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )