સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લાકક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ બારડોલી તાલુકાની બાલદા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જેમાં જિલ્લાના તમામ તાલુકા મળી કુલ ૧૩ જેટલી ટીમોએ સહર્ષ ભાગ લીધો હતો.
આ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી વિશ્વજીતભાઇ ચૌધરી, રાજ્યસંઘના હોદ્દેદાર એરિકભાઈ ખ્રિસ્તી ઉપરાંત તમામ તાલુકા ઘટક સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ પ્રાથમિક શિક્ષકોને પોતાના રૂટીન કાર્યભારમાંથી બહાર લાવી હળવાશનો અનુભવ કરાવશે. સાથે જ શિક્ષકો પોતપોતાની શાળાના અનુભવો શેઅર કરી એકબીજાની નજીક આવશે. તેમણે જાહેરાત કરી હતી કે જેન્ડરબાયસનો કન્સેપ્ટ ધ્યાનમાં લઇ આવનારા દિવસોમાં મહિલા શિક્ષકો માટે પણ વિવિધ સ્પર્ધાઓ જિલ્લા સંઘ દ્વારા યોજવામાં આવશે.
૬ લીગ મેચના અંતે અત્યંત રોમાંચક મુકાબલામાં કામરેજની ટીમ ચેમ્પિયન બની હતી. જ્યારે માંડવીની ટીમ રનર્સઅપ રહી હતી. વિજેતા ટીમને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. એમ જિલ્લાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )