નેત્રંગ ભક્ત હાઇસ્કુલમાં ધોરણ :- ૯ થી ૧૨ વિધાથીૅઓની ક્રિકેટ ટુનૉમેન્ટ યોજાઇ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  • ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ટ્રોફી-રોકડ પુરસ્કાર વિધાથીૅઓને આપ્યો,
  • વિજેતા-ઉપવિજેતા ટીમને શાળાના આચાર્ય પી.વી ગોહિલ શુભેચ્છાઓ પાઠવી,વિધાથીૅઓએ ઉત્સાહભેર ભાગ લીધો,

તા.૨૦-૨-૨૦૨૦ નેત્રંગ,

નેત્રંગ ભક્ત હાઇસ્કુલમાં ધોરણ:- ૯ થી ૧૨ માં અભ્યાસ કરતાં વિધાથીૅઓની ક્રિકેટ ટુનૉમેન્ટ યોજાઇ હતી,

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકે આવેલ શ્રીમતી એમ.એમ ભક્ત હાઇસ્કુલમાં ધોરણ :- ૯ થી ૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની આઠ દિવસીય ક્રિકેટ ટુનૉમેન્ટનું આયોજન કરાયું હતું,જેમાં માધ્યમિક વિભાગમાં વિજેતા ટીમ ધોરણ :-૧૦ (ઇ),રનૅસઅપ ધોરણ:- ૯(બ),ઉ.માધ્યમિક વિભાગમાં વિજેતા ટીમ ધોરણ :- ૧૨(અ) અને રનૅસ ટીમ ધોરણ:- ૧૧(બ) રહી હતી,જેને ભક્ત હાઇસ્કુલમાં સન ૨૦૦૭-૦૮ના વષૅમાં અભ્યાસ કરતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ધ્વારા ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા,જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમને રોકડ પુરસ્કાર અનેે ટ્રોફી આપવામાં આવી હતી,

જેમાં માધ્યમિક વિભાગમાં મેન ઓફ ધ સિરીઝ તરીકે વસાવા સચીન ધોરણ:-૧૦(ઇ) અને બેસ્ટ બોલર તરીકે વસાવા શ્યામ ધોરણ:-૧૦(ઇ),જ્યારે ઉ.માધ્યમિક વિભાગમાં મેન ઓફ ધ સિરીઝ તરીકે કાગઝી તલ્હા ધોરણ :- ૧૨(અ) અને બેસ્ટ બોલર તરીકે મોહમ્મદ ખત્રી ધોરણ:- ૧૨(અ) રહ્યા હતા,જ્યારે સમગ્ર ક્રિકેટ ટુનૉમેન્ટનું આયોજન કે.એસ પટેલ,આર.એચ પટેલ,એસ.જી ચૌધરી,યુ.એ પટેલ,જે.એમ ચૌધરી,કોમેન્ટેટર તરીકે એમ.એસ ભંડારી એ સુંદર આયોજન કયુૅ હતું,જ્યારે શાળાના ઇ.આચાર્ય પી.વી ગોહિલે વિજેતા-ઉપવિજેતા ટીમના ખેલાડીઓ અને ટુનૉમેન્ટને સફળ બનાવનાર શાળા પરીવારના તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

  • ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )