બોડેલી ના મુલધર ગામે પરિણીત પ્રેમિકાનાં ઘરે જઇ હુમલો કરી પ્રેમિકાને ચપ્પુના ઘા મારી પ્રેમી ફરાર : મહિલાના પરિવારજનોએ પોલીસ  ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બોડેલી ના મુલધર ગામે પરિણીત પ્રેમિકાનાં ઘરે જઇ હુમલો કરી પ્રેમિકાને ચપ્પુના ઘા મારી પ્રેમી ફરાર : મહિલાના પરિવારજનોએ પોલીસ  ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી :          છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા મુલધર ગામે કુબેર ફળિયામા રહેતી મહિલા પારૂલબેન રાઠવા પોતાના ઘરે પરિવાર સાથે સૂતી હતી તે દરમિયાન મળસ્કા ના ચાર વાગ્યા ના અરસામાં કોઈ ઈસમે ઘરનું બારણું ખોલી ઘરમાં ઘુસીને પ્રેમિકા પર હુમલો કરી તેણીનીને ચપ્પુના ઘા મારવાનું ચાલુ કરતાં મહિલાએ બૂમાબૂમ કરી મૂકતા બાજુમાં સૂતેલા તેના પતિ રોહિત રાઠવા જાગી જતાં હુમલો કરનાર નાસી છૂટ્યો હતો .     બોડેલી તાલુકાના અમલપુર ગામની યુવતિ પારૂલબેન રાઠવા નાં લગ્ન બોડેલીના મુરલીધર ગામના રોહિતભાઇ રાઠવા સાથે થયા હતા પારૂલબેન તેના પરિવાર ના જણાવ્યા પ્રમાણે તેના પરિવાર સાથે સૂતી હતી તે દરમિયાન મળષ્કે ચાર વાગ્યાના અરસામાં તેના પિયર અમલપુર ગામનો અજિત રાઠવા નામનો યુવક રાત્રિના ચારેક વાગ્યાના અરસામાં મુલધર ગામે પહોંચી પ્રેમિકાના ઘરનું બારણું ખોલી અંદર પ્રવેશીને ઘરમાં સોફા પર સુતેલી પ્રેમિકા પર હૂમલો કરી ચપ્પુ ના ઘા જિંકતા પારૂલબેન એ બૂમાબૂમ કરી મૂકી હતી જેથી મહિલાની બાજુમાં સૂતેલા તેના પતિ રોહિતભાઈ રાઠવા જાગી જતા હુમલો કરનાર પ્રેમી યુવક નાસી છૂટ્યો હતો રોહિતે હુમલો કરનાર નો પીછો કર્યો પરંતુ તે અંધારાનો લાભ લઈ પ્રેમી યુવક નાસી છૂટવામાં સફળ બન્યો હતો . રોહિતે પરત આવી પત્ની પારુલબેન ને પૂછ્યું કે આ હુમલો કરી ભાગી જનાર કોણ હતું ? તો તેણે  તે મારા પિયર માં રહેતો અજિત હતો અને મારે લગ્ન પહેલા તેની સાથે પ્રેમ સંબંધ હતો તેમ જણાવ્યું હતું. ચપ્પુ વડે થયેલા હુમલામાં ઇજાગ્રસ્ત પત્ની પારુલબેન ને તાબડતોબ રોહિતભાઈ અને તેના પરિવારજનો બોડેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.       હોસ્પિટલ માં પત્નીને દાખલ કરી પતિ રોહિત રાઠવા પરિવારજનો સાથે બોડેલી પોલીસ મથકે પહોંચી પોલીસને સમગ્ર બનાવ અંગેની વિગતવાર વાત કરતા બોડેલી પોલીસે પ્રેમી યુવક અજીત રાઠવા વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપી અજિત રાઠવાને ઝડપી પાડ્યો હતો .જ્યારે ઇજાગ્રસ્ત પારૂલબેન હાલમાં બોડેલીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે.          બોડેલી પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ આરોપીની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પરેશ ભાવસાર  બોડેલી

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )