અમદાવાદ ની વિવેકાનંદ આર્ટસ કોલેજ દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અમદાવાદ ની વિવેકાનંદ આર્ટસ કોલેજ દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી તારીખ 20 ફેબ્રુઆરી એટલે માતૃભાષા દિવસ આજના આધુનિક યુગમાં યુવાધન મોબાઈલની વિવિધ ટેક્નોલોજીમાં વ્યસ્ત છે ત્યારે માતૃભાષા નુ મહત્વ સમજવું ખૂબ જ અનિવાર્ય છે કારણકે માતૃભાષા એટલે માતા દ્વારા શિખવાડવામાં આવેલી ભાષા માતૃભાષા દ્વારા સંસ્કાર અને સાચું શિક્ષણ પ્રાપ્ત થાય છે માતૃભાષાથી જ વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય છે સાથે સાથે બીજી કોઈ પણ અન્ય ભાષા શીખવા માટે માતૃભાષાનો અભ્યાસ કરવો અનિવાર્ય છે આ શુભ દિન નિમિત્તે વિવેકાનંદ કોલેજના આચાર્યશ્રી ડો મમતાબેન શર્મા તથા ગુજરાતીના અધ્યાપક શ્રી કલ્યાણભાઈ પટેલે વિદ્યાર્થીઓને માતૃભાષા નું મહત્વ અને તેનું મૂલ્ય સમજાવ્યું હતું આ સાથે અંગ્રેજીના અધ્યાપક શ્રી નરેશભાઈ સાહેબ દ્વારા પણ વિદ્યાર્થીઓને માતૃભાષા વિશે રસ દાખવવા અનુરોધ કર્યો હતો વિદ્યાર્થીઓએ પણ પોતાના માતૃભાષા પ્રત્યેના મંતવ્ય અને વિચારો રજૂ કર્યા હતા આ કાર્યક્રમ માં કોલેજના બધા જ અધ્યાપકોએ પણ હાજરી આપીને માતૃભાષાને સન્માનિત કરી હતી

મન મંચ ન્યુઝ શૈલેષ જાની અમદાવાદ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )