પયગંબર સાહેબના ૪૦મા વંશજ અને બગદાદ સ્થિત ગૌષે આઝમના ઉત્તરાધિકારી સૈખુલ ઈસ્લામ સૈયદ મોહંમદ મદનીમિયાંના દર્શન માટે માનવ મેહરામણ ઉમટ્યુ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકા ખાતે ચાર દીવસીય રૂહાની પ્રવાસે પોહચેલ ઈસ્લામ ધર્મના વિશ્વ પ્રસિધ્ધ,મહાન ધર્મ ગુરૂ સૈખુલ ઈસ્લામ સૈયદ મોહંમદ મદની અશરફ અને જાનશીને સૈખુલ ઈસ્લામ સૈયદ હમ્જા અશરફના સમગ્ર ગુજરાતના રૂહાની પ્રવાસ અંતર્ગત આજે ઝગડીયા તાલુકા ખાતે ચાર દીવસીય રૂહાની પ્રવાસે પોહચ્યા હતા જ્યા અનુયાયીઓ દ્રારા ખુબ જ હર્ષોલ્લાસ સાથે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ
સમગ્ર વિશ્વમાં અનુયાયીઓ અને ચાહકોનો મોટો વર્ગ ધરાવતા જગ પ્રસિધ્ધ  કાદરી,ચિશ્તી,અશરફી શીલશીલાના વડા પયગંબર સાહેબના ૪૦માં વંશજ,બગદાદ સ્થિત ગૌષુલ આઝમના ઉત્તરાધિકારી, ગરીબ નવાજ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના નાઈબ અને જાનશીને મખ્દુમે મિલ્લત સૈખુલ ઈસ્લામ સૈયદ મોહંમદ મદની અશરફ અને જાનશીને સૈખુલ ઈસ્લામ સૈયદ હમ્જા અશરફ ઝઘડીયા તાલુકા ખાતે ચાર દીવસના રૂહાની પ્રવાસે પોહચતા રતનપુર થી રાજપારડી  ચોકડીથી તરસાલી સુધી બાઇક અને ગાડીઓના કાફલા સાથે શોભા યાત્રા કાઢવામાં આવી હતી આ ભવ્ય સ્વાગત કાર્યક્રમ દરમિયાન હુજુર સૈખુલ ઈસ્લામના પવિત્ર દર્શન માટે ઉમટી પડેલ માનવ મેહરામણ દ્રારા ફુલોની વરસાદ કરવામા આવી હતી.
માત્ર મુસ્લીમ સમાજ માટે જ નહી પણ સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક અને પ્રેરક તરીકે જીવન ગુજારનાર હુજુર સૈખુલ ઈસ્લામ  પોતાના બે જોડ જ્ઞાન અને અપાર રુહાની શક્તિ વડે ઈન્સાંન ને ઈન્સાંનીયત તરફ લઈ જઈ માણસમાં માણસાઈનાં દીવડાં પ્રગટાવવાંનુ કાર્ય કરી રહ્યા છે .પ્રેમ,સ્નેહ,સમાનતા અને શંવેદના સાથે ઈન્સાંની સેવા અને ઈન્સાંનીયતના બચાવ માટે પ્રેરક તેમ જ માર્ગદર્શક બની કરોળો લોકોમાં રહેલ અજ્ઞાનતાનાં અંધકારને દુર કરી જ્ઞાનની જ્યોત પ્રગટાવી રહ્યા છે
2011માં યોજાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ બાદ લાંબા સમય બાદ સૈખુલ ઈસ્લામ સૈયદ મદની મિયાંના સમગ્ર ગુજરાત ઉપરાંત ભરૂચ જીલ્લાના વિવિધ વિસ્તારો થઈ રહેલ રૂહાની પ્રવાસને લઈ અકીદતમંદો અને ચાહકોમા અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે
બાવા સાહેબના ચાર દીવસીય રૂહાની પ્રવાસ દરમિયાન ઈસ્લામીક પ્રશ્નોત્તરી,નાતો મન્કબત,માર્ગ દર્શક પ્રવચનો ,નીયાજ તેમ જ ૨૦ થી ૨૨ તારીખ દરમિયાન મુરીદ અને તાલીબ બનવા માટે સૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ દ્રારા નવીતરસાલી અને રાજપારડી ખાતે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ છે.

એહવાલ:- મલેક યસદાની,ભરૂચ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )