રાજપીપળા નજીક કુંવરપુરા ગામે ખેતરમાંથી દીપડો પાંજરે પુરાયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


વનવિભાગે મારા સાથે પાંજરૂ ગોઠવ્યું હતું.
ખેતરમાં હજુ બીજા બે ના દીપડાના બચ્ચા છે જેને પણ પકડવા માટે વનવિભાગે કવાયત હાથ ધરી.
રાજપીપળા નજીક કુંવરપુરા ગામ માં આવેલ શીત કેન્દ્રની પાછળના વિસ્તારમાં આવેલ ખેતરમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડો દેખાતો હતો. તેનાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે ખેતર નાં માલિક પરેશભાઈ રાજપીપળા વનવિભાગને જાણ કરતા આરએફઓ ફુલજીભાઈ, રાઉન્ડ ફોરેસ્ટર અક્ષર પંડ્યા, બીટગાર્ડ રાજેન્દ્રસિંહ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી મારણ સાથે પાંજરુ મૂક્યું હતું. વનવિભાગે મારણ સાથે પાંજરૂ ગોઠવ્યું હતું. સવારે દીપડો પાંજરે પુરાઇ જતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભચરવાળા ગામે રહેતા પરેશભાઈ પટેલના કુંવરપુરા ગામની સીમમાં આવેલ ખેતરમાં સવારે દીપડો દેખાયો હતો. દીપડો દેખાતા જ ખેડૂતો અને આજુબાજુના લોકો ગભરાઇ ગયા હતા. ગામના ખેડૂતે રાજપીપળા વનવિભાગને જાણ કરતાં જ મોડી સાંજે મારણ સાથે પાંજરૂ ગોઠવ્યું હતું.
જે વહેલી સવારે આ હિંસક દીપડો પાંજરે પૂરાયો હતો. ઘટનાની જાણ થતા દીપડાને જોવા લોકોના ટોળા ઉમટયા હતા. રાજપીપળા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને દીપડાને ખેતરમાંથી પાંજરા સાથે રાખી મોડી સાંજે દીપડાને નર્મદાના જંગલ વિસ્તારમાં છોડી મૂક્યો હતો. આ ખેતરમાં હજુ બીજા બે નાના દીપડાના બચ્ચા છે, જેને પણ પકડવા માટે વનવિભાગ કવાયત હાથ ધરી રહ્યું છે.
નર્મદા જિલ્લામાં દીપડાઓની સંખ્યા 300 થી વધુ થઈ ગઈ છે અવારનવાર હિંસક દીપડાઓ માનવ વસ્તીને આસપાસના ખેતરોમાં આવી જતા હોય છે કુંવરપુરા ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )