કરોડોના ખર્ચે બનેલ સફારી પાર્કમાં આઉટસોસીગ ના નામે એનિમલ કીપરોના શોષણની ફરિયાદ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

તાલીમ દરમિયાન એનિમલ કીપરોને 12500 થી 17000 વચ્ચેના પગારની વાત થઇ હતી તેની સામે ઓછો પગાર આપતા વણ અધિકારીને આવેદન અપાયું.
15 દિવસમાં માંગ ન સંતોષે તો અચોક્કસ સમય સુધી હડતાલ પાડવાની ચીમકી.
હજી ગઈકાલથી જંગલ સફારી પાર્ક અને ખુલ્લો મુકાયો છે તે પાર્કમાં પ્રાણીઓની કાળજી અને સાચવણી કરતા તાલીમ પામેલા એનિમલ કીપર ઓને ઓછો પગાર આપીશ રોશન કરતા હોવા અંગેની રજૂઆત સાથે એનિમલ કીપરો એવન અધિકારીને કેવડિયા ખાતે આવેદનપત્ર આપ્યું છે.
તેમાં જણાવ્યું છે કે હાલ જંગલ સફારી કે જેનુ બીજુ નામ છે સરદાર પટેલ ઝૂ લોજિકલ પાર્ક જેનુ હાલજ ઉદઘાટન થયુ છે અને પ્રવાસીઓ માટે આકર્ષણ નુ કેન્દ્ર બની રહ્યુ છે.
આ પાર્કમાં પ્રાણીઓ ની સાર સંભાળ રાખતા એનિમલ કીપર અને તાલીમ બાદ એજન્સી માં જોડાવવા માટે દબાણ કરાયું હતું. અને જણાવવામાં આવ્યુ હતુ કે તમે યુડીએસ નામની એજન્સીમાં જોડાશો તો જ પગાર થશે તમારો ત્યાર બાદ યુડીએસ તો હટી ગઇ પરંતુ પૈસા 10,500 ના બદલે 9867 અપાયા હતા અને પીએફ ના કપાયા હોવાનું કારણ આગળ ધરી 11500 કહીને પીએફ ના બહાને 1000 કાપી લેવાયા હતા અને 10,500 જ અપાયા હતા પરંતુ પીએફ કપાયું ન હતુ અને એ પૈસાનો કોઇ ઉલ્લેખ નથી .
હાલ સફારી પાર્ક નુ ઉદઘાટન તો થઇ ગયુ છે પરંતુ હરણ વિભાગ ના 7 પીંજરા માંથી 5 પીંજરા માં પાણી આવતુ નથી. પાઇપલૈન અને પાણીનો ગંભીર મુદ્દો બહાર આવ્યો છે. પ્રાણીઓની દેખરેખ રાખનારા એનિમલ કીપરોની બીજી માંગ હતી એ પણ હતી કે એનિમલ કીપરોને સરદાર પટેલ ઝૂ લોજિકલ સોસાયટી માં સમાવેશ કરવામા આવે.પણ હજી સુધી એમની માંગ સ્વીકારવામાં ન આવી નથી. તેથી તમામ એનિમલ કીપરો સ્થાનિક અધિકારીઓને આવેદન પત્ર આપયુ હતુ અને જણાવ્યું છે કે 15 દિવસ માં જો એમની માંગ સ્વીકારવા માં નહી આવે તો એ લોકો ગેટ ની બહાર બેસીને હડતાલ પર ઉતરી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને હડતાલ દરમ્યાન કોઇ પણ પ્રાણી ભૂખે મરશે કે તરસે મરશે કે પછી કઇ પણ થશે એની સંપૂર્ણ જવાબ દારી સરદાર પટેલ ઝૂના અધિકારીઓની રહેશે એવી ચીમકી પણ અપાઈ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપલા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )