મહાશિવરાત્રી ઉજવવા નર્મદાના શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ શિવરાત્રી પર્વ ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


દેવમોગરા, જીતનગર તેમજ મણીનાગેશ્વર મંદિરે ભરનારો ભવ્ય મેળો ભરાશે.
નર્મદા કંકર એટલે શંકર અસંખ્ય શિવ મંદિરો આજે ૐ નમઃ શિવાય ના નાદથી ગુંજી ઉઠશે.
બજારોમાં શકકરીયા, બટાટાનું ધૂમ વેચાણ ભાગ વાટવાની કામગીરીમાં ભકતો જોડાયા.
શિવરાત્રી પર્વ ભાંગનું સેવન કરવાનો રિવાજ.
બે દિવસ પછી 21મીએ મહાશિવરાત્રીનું પર્વ નર્મદામાં ભારે શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાશે શિવરાત્રી પર્વ ઉજવવા નર્મદાના શિવભક્તો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નર્મદામાં કંકર એટલે શંકર અહીં નર્મદા કિનારે અસંખ્ય શિવ મંદિરો આવેલા હોવાથી શિવમંદિરોમાં શિવરાત્રી ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠશે. મંદિરોને રંગરોગાન અને શણગાર કરાઈ રહ્યો છે. ભોલેનાથના દર્શન કરી ઉપવાસ રાખી ભોલેનાથને રીઝવવા ભક્તોની શિવ મંદિરોમાં ભારે ભીડ જામશે.
શિવરાત્રી પર્વ અને બે દિવસ બાકી છે ત્યારે અત્યારથી રાજપીપળા સહિત નર્મદા નામ બજારોમાં શક્કરિયા બટાટાનું વેચાણ શરૂ થયું છે. રાજપીપળાના બજારોમાં શક્કરિયા બટાટાનો નવો ઢગલો માલ બજારમાં ખડકાયો છે. તો ભાગના સેવન વગર તો શિવરાત્રી અધૂરી જ કહેવાય છે. એટલે ભાંગના રસિયાઓ ભાંગ બનાવવા તથા ભાંગવાની કામગીરી માં ભક્તો જોતરાઇ ગયા છે.
શિવરાત્રીના દિવસે ભક્તો પ્રસાદી રૂપે ભાંગનું સેવન કરશે મોટાભાગના મંદિરોમાં ભાવનગરનું પ્રસાદીરૂપે વિતરણ થશે

શિવરાત્રીએ નર્મદામાં દેવમોગરા, જીતનગર તેમજ મણીનાગેશ્વર મંદિરે ભવ્ય મેળાઓ ભરાશે. જેમાં સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરીમાતા ઉર્ફે યાહમોગીના મંદિરે ભવ્ય મેળો ભરાશે. એકમાત્ર નેપાળી શૈલીના આ પ્રાચીન મંદિરે આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરવતા આ મંદિરે આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવતા આ મંદિરે 21 મી ફેબ્રુઆરીથી મહાશિવરાત્રી પાંચ દિવસ સુધી ભવ્ય મેળો ભરાશે. આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ત્રણ રાજ્યોના લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે. આ મેળામાં આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા દર્શન થતાં હોવાથી આ મેળો નર્મદા જિલ્લાનો આદિવાસીઓનો સૌથી મોટો ગણાય છે. આ તો સામાન્ય રીતે મહાશિવરાત્રિ સમગ્ર દેશમાં શિવની પૂજા થાય છે જ્યારે એક માત્ર દેવમોગરા મહાશિવરાત્રિએ આદિવાસીઓની શક્તિની પૂજા કરે છે, જો કે શિવ કે શિવરાત્રી સાથે કોઈ સંબંધ નથી છતાં આ મેળો શિવરાત્રી એ નિયમિત રીતે પરંપરાગત રીતે ભરાય છે. આ ધાર્મિક સ્થળ માટે એમ કહેવાય છે કે પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન આ સ્થળે આવીને વસ્યા હતા નેપાળના પશુપતિનાથ શૈલીનું એક માત્ર મંદિર દેવમોગરા ખાતે આવેલ છે.
દેવમોગરા ખાતે મહા વદ 14 ની રાત્રીએ ઉત્સવ ઉજવાશે તેને( બાંઅ) કહે છે. આ ઉત્સવમાં બોહણ તરીકે ઓળખાતી ધાર્મિક સ્થળની પૂજા થાય છે. બીજે દિવસે અમાસની વહેલી સવારે ઉત્તર દિશામાં નદી કિનારે વાગણ્યા ગાદી ની પૂજા થાય છે અમાસના દિવસે સાગબારાના રાજવી પરિવાર સૌથી પહેલા માતાજીની પૂજા-અર્ચના કરે છે, ત્યાર પછી એમાં રૈયત જોડાઈ છે. આ દિવસે માતાજીની ભવ્ય જ્ઞાની યાત્રાની સવારી નીકળે છે. જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ નાચગાન કરતા જોડાઈ છે. જેમાં માતાજીના સ્નાનનુ પવિત્ર જળ લેવા ભકતોનો ભારે ધસારો રહે છે, એમ કહેવાય છે કે આ પવિત્ર જળના સેવન થી તમામ દુઃખ દર્દો દૂર થાય છે
એવી પણ એક માન્યતા છે કે આ મંદિરની જગ્યાએ પાંડવોએ ની વાત કરેલો અને પાંડવો એ માતાજીનું પૂજન શિવરાત્રિએ કરેલું તેથી, જ આમાં પાંડોરી માતા કહેવાય, ત્યારથી અહીં દેવમોગરાનો મેળો શિવરાત્રીએ ભરાય છે.
નાંદોદ તાલુકામાં જીતનગર નન્દીકેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી નો ભવ્ય મેળો ભરાશે. અહીં મોટો મેળો પણ ભરાય છે. શિવરાત્રીના દિવસે સવારે મંદિરે પ્ભષ્મ પૂજા થશે,આરતીનો કાર્યક્રમ યોજાશે, વિષ્ણુયાગ નો પ્રારંભ થશે.સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ થશે. અને ભગવાનની વાજતે ગાતે પાલખીમાં સવારી અને વરઘોડો નીકળશે.સાંજે ડાયરો અને ભજન સંધ્યા યોજાશે. તથા મહાઆરતીનો કાર્યક્રમ પણ યોજાયો છે. રાત્રે 9 કલાકે થી પ્રહાર પૂજા થશે. 12 કલાકે મહાપંચવક્ર પૂજા તથા રોશનીના કાર્યક્રમો પણ યોજાયા છે.
તો રાજપીપળા નજીક નદી કરજણ કિનારે ઓવારા પ્રાચીન મંદિર મણીનાગેશ્વર મહાદેવના મંદિરે ભવ્ય મેળો ભરાશે, અહીં તમામ મેળાઓમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )