રાજપીપળા નગર ના અને જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉકેલ માટે નર્મદા જિલ્લાના પત્રકારો નર્મદા કલેકટર સાથે કરી રૂબરૂ રજૂઆત.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રાજપીપળા નગરની ટ્રાફિક સમસ્યા ખોટકાયેલી વિકાસની યોજનાઓ, મોબાઇલ નેટવર્ક, ગંદકી, દબાણો, પાર્કિંગના પ્રશ્નો સહીત દેડિયાપાડા ખાતે એસ.ટી ડેપો બનાવવાની કરી રજૂઆત.

પત્રકારો દ્વારા સૌપ્રથમ જ જિલ્લાની સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિમર્શની નર્મદા કલેક્ટરે પ્રશંસા કરી ઉકેલની ખાત્રી આપી.

સ્ટેચ્યુના વિકાસમાં રાજપીપળાનો વિકાસ રૂંધાઈ ગયો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના વૈશ્વિક પ્રોજેક્ટ પાછળ કરોડોનું આંધણ કરી કેવડીયા વિકાસ પાછળ નર્મદા નું વડુમથક અને ક્રિયા થતી રાજવી નગર રાજપીપળાનો વિકાસ અટકી જતા રાજપીપળા નગર ની ક્રમશઃ વકરતી જતી સમસ્યાનો ઉકેલ માટે નર્મદા ના પ્રત્રકારો આગળ આવ્યા હતા. જેમાં પ્રેસ ક્લબ નર્મદા જિલ્લા ના તમામ પત્રકારો અને રાજપીપળાના અન્ય સ્થાનિક પત્રકારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ કલેકટર કચેરીએ જઈ જિલ્લા કલેકટર મનોજ કોઠારી ની રૂબરૂ મુલાકાત કરી નગરના મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી, રાજપીપળા અને જિલ્લા ના પ્રશ્નો ઉકેલવા રજૂઆત કરી. જેમાં પ્રેસ ક્લબના પ્રમુખ દીપક જગતાપ, ઉપપ્રમુખ છગનભાઇ વણકર, મંત્રી આસિક પઠાણ, ઓડિટર જ્યોતિ જગતાપ, સદસ્ય અયાજ આરબ સહિત પત્રકારોએ નગરના પ્રશ્નોની કલેકટર સાથે ચર્ચા કરતા કલેક્ટરે પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી આપી હતી, જેમાં રાજપીપળા નગરની ટ્રાફિક સમસ્યા, ખોટખાયેલી વિકાસની યોજનાઓ, મોબાઇલ નેટવર્ક ના પ્રશ્નો, ગંદગી મા રખડતા ઢોરોનો ત્રાસ, નગરમાં ગેરકાયદે વધતા દબાણો સહિત દેડીયાપાડા ખાતે એસ.ટી ડેપો બનાવવાની રજૂઆત કરી હતી.
પ્રેસ ક્લબમાં પત્રકારોને જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રગતિની હરણફાળ વચ્ચે રાજપીપળા નગર સહિત જિલ્લાના અન્ય વિસ્તારો નો વિકાસ રુંધાઈ રહ્યો છે, સરકારી તંત્રનો સંપૂર્ણ ધ્યાન એકમાત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જો કેન્દ્રિત થયેલું છે, ત્યારે નર્મદા જિલ્લામાં તમામ સત્વરે વિકાસ થાય કેન્દ્ર સરકારે જાહેર કરેલ એસપીરેશનલ ડીસ્ટ્રીક તમામ સ્તરે વિકાસ પહોંચી તે ઉચ્ચ સરકારી અધિકારીઓ દ્વારા નિરાકરણ થાય એ હેતુ સર પ્રેશ ક્લબ નર્મદા રાજપીપળા આગેવાનીમાં જિલ્લાના 21 જેટલા પત્રકારોએ કલેકટર મનોજ કોઠારીની મુલાકાત ન
લઈ તેઓને શુભેચ્છા પાઠવી નગર સહિત જિલ્લાની સમસ્યાઓથી વાકેફ કર્યા હતા. નર્મદા જિલ્લામાં સૌપ્રથમ વાર જ મીડિયા દ્વારા આ રીતના હાથ ધરાયેલા પ્રયાસને નર્મદા કલેક્ટર કલેક્ટર એ આવકારી પત્રકારોના સુજાવ ની નોંધ લઇ તેના ઉકેલની ખાતરી આપી.
પ્રેસ ક્લબ નર્મદા રાજપીપળા ના પ્રમુખ દીપક જગતાપ એ નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીને શુભેચ્છા પાઠવી તમામ પત્રકારો દ્વારા તેમનું સન્માન કરાયું હતું. પ્રેસ કલબ નર્મદાના સેક્રેટરી આસિક પઠાણ અને જિલ્લામાં પત્રકારોને પડતી તકલીફો ની વિસ્તૃત ચર્ચા કરી હતી. અને તેના નિરાકરણ નાના સુઈ જાઓ પણ રજૂ કરાયા હતા તેમાં ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કવરેજ માટે પાસ વગર પત્રકારોની જવા આવવામાં મુશ્કેલી પડતી હોય તમામ પત્રકારો નો પાસ ઇસ્યુ કરવા લેખિત આવેદન આપ્યું હતું. આ ઉપરાંત પ્રેસ ક્લબ નર્મદાના ઉપપ્રમુખ છગનભાઈ વણકર, સદસ્યો જ્યોતિબેન જગતાપ, વિપુલ ડાંગી, યોગેશ વસાવા, આયાઝ આરબ, રાજપીપળાના અન્ય પત્રકારો વિશાલ મિસ્ત્રી, રાજેશ ચૌહાણ, ભરત શાહ, આરીફ કુરેશી સહિતર ના જિલ્લા ના પ્રશ્નોની રજૂઆત કરી તેની નોંધ કરી નર્મદા કલેકટર મનોજ કોઠારી એ ખાતરી ઉચ્ચારી હતી. જિલ્લાના તમામ પત્રકારો નો સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રચાર-પ્રસારમાં અગત્યનો ભાગ હોય પાસ ઇસ્યુ કરવા આવેદન પણ આપવામાં આવ્યું હતું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )