રાજપીપળા ખાતે એડવોકેટ ના પુત્ર અને વિહીપણના મંત્રી પર જીવલેણ હુમલો.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


ઇજાગ્રસ્ત રાજપીપળા હોસ્પિટલમાં ખસેડયા : હુમલાખોરની ધરપકડ.
રાજપીપળા શહેર વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અને એડવોકેટ ના સુપુત્ર ચિરાગ રાજેશ માલી આઇસ્ક્રીમ ડીલરશીપ ધરાવે છે. પોતે ટેમ્પા ની જગ્યા બતાવવા આગળ મેસ્ટ્રો ગાડી લઈને રસ્તો બતાવવા દરબાર રોડ તરફથી જઈ રહ્યા હતા ત્યારે ગાડી સામેથી આવતી હોય તે દરમિયાન વડ ફળિયા કસ્બાવાડ માં રહેતા જૂનેદ સલીમ મનસૂરી ની ગાડી અટકાવતા આ યુવાને પાછળથી પોતાની વાનનો હોર્ન વગાડ્યો હતો, ત્યારે ચિરાગે કહ્યું હતું કે એક મિનિટ ઉભા રહો કહી અટકાવતા જૂનેદ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો, અને મેસ્ટ્રો સાથે પોતાની વાન ચિરાગ નીચે પાડી દઈ વનમાંથી લાકડી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. લોહીલુહાણ હાલતમાં ચિરાગને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગેની મારામારી હુમલાની પોલીસ ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે નોંધાતા પોલીસ જુનેદ મન્સૂરીની ધરપકડ કરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )