આદિવાસીઓ પોતાના સળગતા પ્રશ્નનો વણ ઉકેલ માટે રાજપીપળાના ગાંધી ચોક ખાતે આદિવાસીઓનું ધરણા પ્રદર્શન.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


સ્ટેચ્ચુ ઓફ યુનિટી વિકાસ સત્તા મંડળનો નોટીફીકેશને રદ કરવાની માગ સાથે ધરણાં પ્રદર્શન કરવા આદિવાસી આગેવાનો સહિત આદિવાસી સમાજ ના લોકો મોટી સંખ્યામાં ધરણાંમા જોડાઈને ભારે વિરોધ નોધાવ્યો.
નમૅદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ના ગાધી ચોક ખાતે મોટી સંખ્યામાં કેવડિયા વિસ્તાર સહિતના આદિવાસીઓ અને આગેવાનોએ સ્ટેચ્ચુ ઓફ યુનિટી વિકાસ સત્તા મંડળનો નોટીફીકેશન રદ કરો રદ કરોની માગણી કરી ધરણા પ્રદર્શન કરી વિરોધ નોધાવ્યો હતો. ગાધી ચોક ખાતે સ્ટેચ્ચુ ઓફ યુનિટી વિકાસ સત્તા મંડળનો નોટીફીકેશનના વિરોધમા આદિવાસીઓના યોજાયેલા ધરણાં પ્રદર્શન કાયૅકમા ઇન્ડીજિનસ આર્મી ઓફ ઇન્ડિયાના સંસ્થાપક ડો.પ્રફુલ્લ વસાવા, સરપંચ મહેશ રજવાડી, લખન મુસાફિર, સહિતના લોકો ધરણાં પ્રદર્શનમા જોડાયને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ સત્તામંડળનો નોટીફિકેશન રદ કરો રદ કરોના સૂત્રોચ્ચાર કયૉ હતા.
આદિવાસી આગેવાનોએ જણાવ્યું હતું કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેનાથી જે આદિવાસી સમુદાયે અને પર્યાવરણના વિનાશ થઈ રહ્યો છે. આ દુનિયાને ગ્લોબલ વોર્મિંગથી બચાવવી હોય તો આદિવાસી જીવનશૈલી દરેક મનુષ્યએ અપનાવવી પડશે. ભારત દેશમા જયાં જયાં આદિવાસી રહે છે ત્યાં તેમણે પર્યાવરણને સાચવી રાખ્યું છે.ભારત માટે શરમજનક વાત એ છે કે કેન્દ્ર અને ગુજરાત રાજ્ય સરકાર આજે આદિવાસી જીવનશૈલીને ભુલી આંધળા વિકાસ પાછળ દોડી રહી છે.
દુનિયાની સૌથી મોટી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે આદિવાસી સમુદાય અને પર્યાવરણ માટે ખતરારૂપ બની રહી છે.અને આદિવાસીઓ આ ગંભીરતા અંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી, ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારંવાર લેખિત રજુઆતો કરી ચુક્યા છે.પરંતુ ભારત દેશનું શાસન- પ્રશાસન આદિવાસી જીવનશૈલી અને પર્યાવરણનું મહત્વ સમજતી નથી એ દુઃખની વાત છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )