મોદી સરકારની સરકારી કર્મચારીઓને મોટી ભેટ, પેન્શન સ્કીમને લઈને કરી નવી જાહેરાત

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સરકારી કર્મચારીઓ સાથે જોડાયેલી પેન્શન સ્કીમને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. આ નવા નિર્ણય હેઠળ સરકારે નેશનલ પેન્શન સ્કીમ સાથે જોડાયેલા કર્મચારીઓને ‘જૂની પેન્શન સ્કીમ’માં સામેલ થવાની છૂટ આપી દીધી છે. જો સરળ ભાષામાં કહીએ તો, કેન્દ્રિય કર્મચારી જેમણે 1 જાન્યુઆરી 2004 અથવા તે પહેલા સરકારી નોકરી શરૂ કરી દીધી છે. તેમને જૂની પેન્શન યોજનાનો લાભ દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, જૂની પેન્શન ઓપીએસ તે યોજના હતી જેમાં પેન્શન અંતિમ ડ્રોન સેલેરીના આધાર પર બનતી હતી. ઓપીએસમાં મોંઘવારી જર વધવાની સાથે DA (મોંઘવારી ભથ્થુ)પણ વધી જાય છે. જ્યારે સરકાર નવુ પગાર ધોરણ લાગુ કરતી હતી. તો પણ તેમાં પેન્શનમાં વધારો થાય છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્રમાં OPS ને 1 જાન્યુઆરી 2004થી અમલમાં મૂકી દેવામાં આવી છે. ત્યારબાદ નવી પેન્શન યોજના આવી હતી. જો કે, સરકારી કર્મચારી તેનાથી સંતુષ્ટ નથી. તેઓ જૂની પેન્શન યોજનાને જ સારી માને છે.

શું છે મામલો

સરકારી સેવામાં રિક્રીટમેન્ટનું રિઝલ્ટ જો 1 જાન્યુઆરી 2004 પહેલા ડિક્લેયર થઈ ગયો છે, પરંતુ અપોઈન્ટમેન્ટ અથવા તો જોઈનિંગ પોલીસ વેરિફિકેશન, મેડિક એક્ઝાનના કારણે મોડૂ થયુ તો, તે માટે કર્મચારી જવાબદર નથી. આ એડમિનિસ્ટ્રેશનની ખામી છે. તેથી આ પ્રકારના કર્મચારીઓને One time ઓપ્શન આપવામાં આવી રહ્યો છે. તેઓ પેન્શન વિભાગને આ વિશે લખે અને જૂની પેન્શનનો બેનિફિટ લે, તે માટે સરકારે 31 મે 2020 સુધીનો સમય આપ્યો છે.

જૂની પેન્શન NPS થી વધારે ફાયદેમંદ છે

કારણ કે, તેમાં ફાયદો વધારે છે. જેમાં પેન્શનરની સાથે તેમનો પરિવાર પણ સુરક્ષિત છે. છૂટા કર્મચારીઓને જો OPSનો ફાયદો મળે છે. જેથી તેમના રિયાટમેન્ટને સિક્યોર થઈ જશે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યુ છે કે, OPS માટે એલિજિબલ થયા બાદ આ કર્મચારીઓને NPS ખાતુ બંધ કરી દેવામાં આવશે. સરકારે પણ બધા જ વિભાગોને આ આદેશને લાગુ કરવા માટે કહ્યુ છે.

NPS શુ છે

1 જાન્યુઆરી 2004 થી નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. સાથે જ ઘણા રાજ્યોમાં 1 એપ્રિલ 2004 થી NPSનો અમલ કરવામાં આવ્યો હતો. ખાસ વાત છે કે, NPSમાં નવા કર્મચારિયોને રિટાયરમેન્ટના સમયે જૂના કર્મચારિઓની જેમ જ પેન્શન અને પારિવારિત પેન્નના બેનિફિટ નહી મળે. આ યોજનામાં આ નવા કર્મચારી પાસેથી વેતન અને મોંઘવારી ભથ્થાનું 10 ટકા Contribution લેવામાં આવે છે. જ્યારે સરકાર 14 ટકા Contribution આપે છે.

કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2004માં નવી પેન્શન યોજના લાગુ કરી હતી. જે હેઠળ નવી પેન્શન યોજનાના ફ્ંડ માટે અલગથી ખાતા ખોલવામાં આવ્યા છે અને રોકાણ માટે ફંડ મેનેજરને પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. જો પેન્શન ફંડનુ શેયર બાજાર, બોન્ડમાં રોકાણનુ રિટર્ન સારુ રહે છે. તો PF અને પેન્શનની જૂની સ્કિમની તુલનામાં નવા કર્મચારીઓને રિટાયરમેન્ટ પર સારુ રિટર્ન પણ મળી શકે છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )