ભારત સરકારના “યુનિવર્સલ આઈડી ફોર પર્સન વીથ ડીસેબીલીટિઝ” UDID કાર્ડ મેળવવા માટે સંપર્ક કરો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળના દિવ્યાંગજન સશ્ક્તિકરણ વિભાગ દ્વારા સમગ્ર દેશમા “યુનિવર્સલ આઈડી ફોર પર્સન વીથ ડીસેબીલીટિઝ” નો પ્રોજેક્ટ કાર્યરત હોય, તેમજ અશ્ક્ત વ્યક્તિનો અધિકાર અધિનિયમ ૨૦૧૬ અંતર્ગત ૨૧ પ્રકારની દિવ્યાંગતા નો સમાવેશ સાથે સમગ્ર રાષ્ટ મા દિવ્યાંગતા પ્રમાણપત્ર મા એકસુત્રતા જળવાય રહે તે હેતુ થી www.swavlambancard.gov.in પોર્ટલ પર ફ્રેસ અને ડીજીટેલાઈજેશન અરજી ના પ્રકાર છે.

ફ્રેસ અરજી:-
જે દિવ્યાંગજન મિત્રો પ્રથમ વખત ડો. સર્ટીફીકેટ મેળવી રહા છે, તેમને જનરલ હોસ્પિટલ કે સિવિલ હોસ્પિટલ મા ડો. સર્ટીફિકેટ માટે એપ્લાઈ કરવાનુ રહેશે.

ડીજીટેલાઈજેશન અરજી:-
જે દિવ્યાંગજન મિત્રો ને હાલ જુનુ ડો. સર્ટીફિકેટ છે, તેમને ફક્ત તે સર્ટીફિકેટ ડીજીટેલાઈજ કરાવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી નો સંપર્ક કરવાનો રહેશે,

જુનુ ડો. સર્ટીફીકેટ ને ડીજીટેલાઈજેશન કરાવવા માટે નિચે મુજબ ના ડોક્યુમેન્ટ સાથે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી નો સંપર્ક કરવાનો રહેશે.

સાથે લાવવાને ડોક્યુમેન્ટ:-
(૧). ઓરિજનલ ડો. સર્ટીફિકેટ અને એક ઝેરોક્ષ
(૨). ઓરિજનલ આધારકાર્ડ અથવા કોઈપણ એક ઓળખકાર્ડ નો અને તેની ઝેરોક્ષ
(૩). એક પાસપોર્ટ નો સાઈઝ ફોટો.
નોધ:- વધુ વિકલાંગતા ધરાવતા લાભાર્થીઓએ રૂબરૂ આવવાની જરૂર નથી તેમના વતી, સગા કે મિત્રો આવીને પણ ડિજિટેલાઈઝેશન કરવી શકશે.
વધુ માહીતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રૂમ નં. ૧૧, ભોયતળીયે, જિલ્લા સેવા સદન, રાજપીપળા, નર્મદા વોટસઅપ નંબર :- ૦૨૬૪૦ ૨૨૪૫૭૫

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )