ગુજરાત રાજ્ય બાળ આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્યની ૧૦૦% અથવા ૧૦૦% નજીક હાજરી ધરાવતી સરકારી પ્રાથમિક શાળાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતેના બાયસેગ પ્રસારણ સ્ટુડિયો ખાતે યોજવામાં આવ્યો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગુજરાત રાજ્ય બાળ આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્યની ૧૦૦% અથવા ૧૦૦% નજીક હાજરી ધરાવતી સરકારી પ્રાથમિક શાળાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતેના બાયસેગ પ્રસારણ સ્ટુડિયો ખાતે યોજવામાં આવ્યો હતો.
સમગ્ર રાજ્યમાંથી ફક્ત ૧૫ પ્રાથમિક શાળાઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત રાજનગર પ્રાથમિક શાળાની પસંદગી થવા પામી હતી. આ માટે પસંદ થયેલ શાળાને ગાંધીનગર ખાતેના બાયસેગ પ્રસારણ સ્ટુડિયો ખાતે લાઈવ વાર્તાલાપ માટે બોલાવવામાં આવ્યા હતા.
બાયસેગના જીવંત પ્રસારણમાં ડ્રોપઆઉટ રેશીઓ કઈ રીતે ઘટાડી શકાય, બાળકને શાળામાં આવવું કઈ રીતે ગમે, બાળકને કયો વિષય ભણવો ગમે, ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય વગેરે જેવી બાબતો આવરી લેવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ સન્માન સમારોહમાં રાજનગર પ્રાથમિક શાળાના મુખ્યશિક્ષક જતીનભાઈ અમુલભાઈ પટેલ તેમજ ધોરણ ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધવલ મહેન્દ્રભાઈ પરમારને બાળ આયોગના ચેરમેન શ્રીમતી જાગૃતીબેન પંડ્યાના હસ્તે ટ્રોફી, સન્માનપત્ર અને ટેબ્લેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાની આ સિદ્ધિ બદલ બી.આર.સી. કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઇ પટેલ તથા ગ્રામજનોએ આનંદ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )