નામદાર હાઈકોર્ટના ચુકાદો હોવા છતાં 2016 ગ્રાન્ટેડ શાળાઓની ભરતી નો પાંચમો રાઉન્ડ હજી સુધી શરૂ ન થતા 83 પીટીશનરો તારીખ ૧૭ ના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નામદાર હાઈકોર્ટના ચુકાદો હોવા છતાં 2016 ગ્રાન્ટેડ શાળાઓની ભરતી નો પાંચમો રાઉન્ડ હજી સુધી શરૂ ન થતા 83 પીટીશનરો તારીખ ૧૭ ના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થશે ઉલ્લેખનીય વાત એ છે કે વર્ષ 2016 માં ગ્રાન્ટેડ શાળાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે કુલ એક થી ચાર રાઉન્ડ થયા હતા પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ ભરતી પ્રક્રિયાને રદ કરવામાં આવી હતી માટે આ ભરતી પ્રક્રિયા ફરીથી શરૂ થાય તે માટે ૮૩ ઉમેદવારોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જેના ભાગરૂપે નામદાર હાઈકોર્ટ દ્વારા 19 અોગસ્ટ 2019 ના રોજ ચુકાદો આપવામાં આવ્યો જેમાં જણાવવામાં આવ્યું કે પાંચમો રાઉન્ડ શરૂ કરી કોર્ટ કેસમાં જોડાયેલ 83 ઉમેદવારોને સમાવવા પરંતુ છ મહિના જેટલો સમય વહી જતા હજી સુધી આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી પીટીશનરો દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને વારંવાર આ બાબતે રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી ન્યાય ન મળતા હવે 83 પીટીશનરો આવતીકાલે તારીખ 17 ના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થશે અને શિક્ષણ વિભાગ તથા સરકારને ન્યાય આપવા માટે માગણી કરશે

મન મંચ શૈલેષ જાની અમદાવાદ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )