વનમંત્રીની ઉપસ્થિતિમાં ઉમરપાડા તાલુકાના ઘાણાવડ ગામે ગ્રામ કલા સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગ્રામ કલા સાંસ્કૃતિક મહોત્સવથી વિદ્યાથીઓમાં પડેલી સુષુપ્ત સંસ્કૃત્તિને ઉજાગર થઇ રહી છે: ગણપતસિંહ વસાવા

વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં બી.આર.સી. કોર્ડીનેટર, ઉમરપાડા અને ઉમરપાડા તાલુકા પંચાયત દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સહયોગથી ઉમરપાડા તાલુકાના ઘાણાવડ ગામે પ્રાથમિક શાળામાં ‘ઉમરપાડા તાલુકા ગ્રામ કલા સાંસ્કૃતિક મહોત્સવ’ યોજાયો હતો. ઉમરપાડા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓએ વક્તૃત્વ, નૃત્ય, ચિત્ર જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું હતું કે,આદિવાસી સમાજ પ્રકૃત્તિ અને કલાનું જતન કરતી પ્રજા છે. ગ્રામ કલા સાંસ્કૃતિક મહોત્સવથી વિદ્યાથીઓમાં પડેલી સુષુપ્ત સંસ્કૃત્તિને ઉજાગર થઇ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, આઝાદીના ૬૦ વર્ષમાં કોઈ સરકારે આદિજાતિ વિસ્તારમાં એક પણ સાયન્સ સ્કૂલ આપી નહોતી. આજે વર્તમાન સરકારે ઉમરપાડા, વાંકલ, માંગરોળ સહિતના આદિજાતિ વિસ્તારોમાં બહુવિધ શિક્ષણ સંસ્થાઓ-છાત્રાલયો નિર્માણ કરીને શિક્ષણ સુલભ બનાવ્યું છે. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ દરિયાબેન વસાવા, જિ.પં.ના સિંચાઈ સમિતિના ચેરમેનશ્રી શામસિંગભાઈ વસાવા, ગંભીરભાઈ વસાવા, શિક્ષણ વિભાગના અધિકારીઓ તાલુકાના બી.આર.સી. કોર્ડીનેટરો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )