આમ જનતા પર વેરો વસુલવા સુરા બનતી રાજપીપળા નગરપાલિકા થી સરકારી કચેરીઓના મિલકતવેરાના બાકી તગડા બિલની વસુલાત કરાતી નથી !

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રાજપીપળા નગરપાલિકા દ્વારા મિલકત વેરો ભરવામાં સરકારી કચેરીઓના મોટા મોટા બીલો બાકી? !

મામલતદાર, પી.ડબ્લ્યુ.ડી, નાંદોદ તાલુકા પંચાયત, નર્મદા પ્રોજેક્ટ, મદદ નિયામક જમીન તપાસની ઓફિસર વિભાગ કચેરી જેવા સરકારી પ્રોપર્ટીના મિલકત વિરાજ ભરવાના બાકી.
પાલિકાનો વેરો ન ભરવામાં સરકારી કચેરીઓ અવ્વલ નંબરે.

બાકી દારો વેરો સમયસર ભરી દેતો રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓનો પગાર સમયસર થઇ શકે તેમ છે.

રાજપીપળા નગર પાલિકા પાસે 1.30 કરોડ રૂપિયાની વેરાની વસૂલાત બાકી છે, 1025 લોકોને નોટિસ ફટકારી છે અને નગરપાલિકા વેરા ઉઘરાવવા ઘરે-ઘરે કર્મચારીને મોકલી વીરા વસૂલ કરી ના નહીં ભરે તો નળ કનેકશન કાપી નાંખવાની ચીમકી આપી છે ત્યારે આમ જનતા પર વેરા વસૂલાત કરવામાં સુરા બનતી રાજપીપળા નગરપાલિકા સરકારી કચેરીઓના મિલકતવેરા બાકી તગડા બિલની વસુલાત કરવામાં ઉની ઉતરી છે જેમાં સરકારી કચેરીઓના જ મોટા મોટા બીલો બાકી હોવાનું બહાર આવ્યું છે જેમાં રાજપીપળાની થી મામલતદાર, પીડબ્લયુડી, નાંદોદ તાલુકા પંચાયત, નર્મદા પ્રોજેકટ, મદદ નિયામક જમીન તપાસની ઓફીસ, સર્વે વિભાગ કચેરી જેવા સરકારી પ્રોપર્ટીના મિલકત વેરા જ ભરવાના બાકી છે તેની સામે વહીવટી તંત્ર લાલ આંખ કેમ કરતું નથી ? એનો એવો સવાલ આમ જનતા માંથી પૂછાઈ રહ્યો છે બાકીદારોને પાલિકા દ્વારા દિન 15 માં વેરો ભરવા નોટિસ આપવામાં આવી છે. તો શું પાલિકા સરકારી કચેરીઓ પાસે કડક હાથે નાના વસુલ કરશે ? કચેરીઓ પાણીનો સપ્લાય કેમ કાપી નથી ? એવો સવાલ આમ જનતામાં ચર્ચાઈ રહ્યો છે.
ખાટલે મોટી ખોડ એ તો એ છે કે શહેરના રહેવાસીઓ કરતા સરકારી કચેરીઓના એક નહીં બે નહીં પણ 3 વર્ષ મિલ્કત વેરો બાકી છે.જો વાત કરીયે તો મામલતદાર ઓફિસનું બે વર્ષથી 41,000, તાલુકા પંચાયતનું એક વર્ષનું 14,702, તાલુકા ઘટક પંચાયત ઓફિસના ક્વાટરના છેલ્લા 8 વર્ષથી 72,000, કરજણ વિશ્રામ ગૃહના છેલ્લા 3 વર્ષના 60,000, લોકલ બોર્ડ ઓફિસના 3384, મદદનીશ ખેતી નિયામક કચેરીના 15,964, ભરૂચ રાજપીપળા ડિવિઝન સર્વે મામલતદાર કચેરીના 30,902, પેટા તિજોરી કચેરીના 9,109 રૂપિયા વેરો બાકી પડે છે.જેમાં સરકારી ઓફિસના જ લાખો રૂપિયાના નાણાં બાકી પડે છે તો આ કચેરીઓને દર વર્ષે નોટિસ આપવામાં નહિ આવતી હોઈ ? આમા રાજપીપળા પાલિકાનો વેરો ન ભરવાના તો સરકારી કચેરીઓ જ અવવલ નંબરે રહેવા પામી છે.
રાજપીપળા પાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યાના જણાવ્યા મુજબ શહેરમાં મિલકત વેરો, ગટર વેરો, પાણી વેરો સહિતના વેરાની બાકી પડતી 1.25 કરોડ રૂપિયા થઈ જતા 1025 મિલ્કત માલિકોને પાલિકા દ્વારા તાત્કાલિક નોટિસો આપવામાં આવી છે.જો આ બાકીદારો વેરો સમયસર ભરી દે તો રાજપીપળા નગરપાલિકામાં કામ કરતા કર્મચારીઓનો પગાર પણ સમયસર થઈ શકે અને નગરપાલિકા રાજપીપળાના રહીશોને જે શુખાકારી પ્રોજેક્ટ આપવાની વાત કરે છે તે પણ આ વેરામાંથી આપી શકાય તેમ છે. જો દિન 15 માં વેરો નહિ ભરે તો તેમના નળ કનેક્શન કાપી નાખવામાં આવશે અને જેનો મિલ્કત વેરો બાકી પડે છે તે લોકોની મિલ્કત જપ્ત કરી લેવામાં આવશે.
બાકી પડતો વેરો નહીં ભરે તો મિલકત જપ્ત થશે એ વાત યોગ્ય નથી – સદસ્ય મહેશ વસાવા
રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના કોર્પોરેટર મહેશ વસાવાએ જણાવ્યું હતું કે નગરપાલિકાના સ્વભંડોળ માંથી કર્મચારીઓનો પગાર કરી શકાય છે પણ જયારે ચીફ ઓફિસર એવી વાત કરતા હોઈ કે સ્વભંડોળ માંથી નગરનો વિકાસ થાય છે તો તે વાત ખોટી છે.ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર નગરપાલિકાને વિકાસના કામો કરવા માટે ગ્રાન્ટ આપતી હોય છે.હાલમાં નગરપાલિકામાં આવી કેટલીય ગ્રાંટો પડી છે પણ આ ચીફ ઓફિસરને વિકાસનું કોઈ કામ કરવું નથી.આ મિલ્કત વેરો અને પાણી વેરો ઉઘરાવીને વિકાસનું કામ કરશે તે વાત બિલકુલ વાહિયાત છે.બાકી પડતો વેરો નહિ ભરે તોય મિલ્કત જપ્ત થઈ જશે એ વાત યોગ્ય નથી, જ્યારથી તેઓ હાજર થયા છે ત્યારથી રાજપીપળા નગર પાલિકાનો કોઈ વિકાસ કામ પાસ કાર્ય નથી.અને વિકાસના કામોનો લાભ નથી મળતો.વેરો ભરનાર લોકોને પણ વિકાસનો કોઈ લાભ મળ્યો નથી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )