ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા ખાદ્યપદાર્થોના નમૂનાઓ ચકાસણી કરાઇ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ખોરાક અને ઓષધ નિયમન તંત્ર વલસાડ દ્વારા ફુડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એકટ-૨૦૦૬ અને તે અન્‍વયેના નિયમો તથા રેગ્‍યુલેશન-૨૦૧૧ હેઠળ માહે જાન્‍યુઆરી-૨૦૨૦ના વલસાડ જિલ્લાના મ્‍યુનિ. વિસ્‍તારના જુદા જુદા સ્‍થળોએથી ફુડ ઇન્‍સ્‍પેક્‍ટર કે.જે.પટેલ અને ડી.એ.નાયક દ્વારા લેવાયેલા ૩૬ અને અગાઉના બાકી ૩૨ નમૂનાઓ પૈકી ૪૨ નમૂનાઓ પાસ અને ૭ નમૂનાઓ નાપાસ થયા હતા.
નાપાસ થયેલા નમુનાઓ પૈકી જબ્‍બાર ચંદનસિંહ રાજપુરોહિત, (એફ.બી.ઓ. અને મેનેજર) હોટલ પુરોહિત, ગીરીનગર, બસ સ્‍ટોપ નજીક, મુ.સાપુતારા, તા.આહવા જી.ડાંગ પાસેથી લીધેલા ઘી(લુઝ)ના નમુના સબસ્‍ટાન્‍ડર્ડ, સતીષ મહાબાલા શેટ્ટી, (એફ.બી.ઓ., વેન્‍ડર અને મેનેજર) ઉષા કેટરર્સ, રેમન્‍ડ લી. ખડકી-મધુરી, પારડી. જી-વલસાડ પાસેથી લીધેલા દહીં (લુઝ)ના નમુના સબસ્‍ટાન્‍ડર્ડ, જે.પી.ફુડસ (બુધ્‍ધાસ પીઝા) તીથલ રોડ જી-વલસાડ પાસેથી લીધેલા શેઝવાન સોસ(લુઝ)ના નમુના સબસ્‍ટાન્‍ડર્ડ તથા જશારામ પુનમાજી પ્રજાપતિ, મે.ગીતા ખમણ હાઉસ, દુકાન નં-૮,૯, વ્રજભુમી કોમ્‍પલેક્ષ, જયશ્રી કોમ્‍પલેક્ષની પાસે, ચલા, દમણ રોડ, વાપી પાસેથી લીધેલા ગ્રાઉન્‍ડ નટ ઓઇલ (લુઝ)ના નમુના સબસ્‍ટાન્‍ડર્ડ જણાતા આ તમામ વેપારીઓ સામે એફ.એસ.એ. એક્‍ટ-૨૦૦૬ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્‍યા છે.
કયુબા બેકર્સ, ભાગડાવાડા, વલસાડ પાસેથી લીધેલા સ્‍પેશીયલ ઇરાની બટર ૫૦૦ ગ્રામ પેક.ના નમુના મીસબ્રાન્‍ડેડ, એસ.પી.સુપર સ્‍ટોર, ૯૧૪/૩,૯૧૪/૪, કાકવાડી, જીવનજયોત ફળીયા, વાયા ડુંગરી,વલસાડ પાસેથી લીધેલા પ્‍લેટેનીયમ પ્રીમીયમ જહીદી ડેટસ(ખજુર) ૫૦૦ ગ્રામ પેક.ના નમુના મીસબ્રાન્‍ડેડ, વેરસીંગ દીપસીંગ રાજપુત વિરાત્રા જનરલ સ્‍ટોર, દેગામ રોડ, ડુંગરી ફળીયા, ડુંગરા, વાપી પાસેથી લીધેલા સોનપાપડી ૪૦૦ ગ્રામ(પેક) નમુના મીસબ્રાન્‍ડેડ જણાતા આ તમામ વેપારીઓ સામે એફ.એસ.એ. એક્‍ટ-૨૦૦૬ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્‍યા છે.
-૦૦૦-

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )