આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો બાબતે ન્યાય આપવાના મામલે આદિવાસી સંગઠનો અને મનસુખ વસાવાના સમર્થન બાદ વધુ ત્રણ સાંસદો આદિવાસીઓના સમર્થનમાં આવ્યા.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગુજરાત ભાજપના આદિવાસી સંસદો ભરૂચના મનસુખભાઇ વસાવા, બારડોલીના પ્રભુભાઈ વસાવા, છોટાઉદેપુરના ગીતાબેનરાઠવા અને દાહોદના જશવંતસિંહ ભાભોરે પીએમ મોદીને પત્ર લખી નિર્ણય કરવા રજૂઆત કરતા ચકચાર.
રબારી, ભરવાડ અને ચારણ જાતિ અને અનુસૂચિત જનજાતિ ની યાદીમાંથી દૂર કરવા રજૂઆત.
રાજપીપળા, તા. 11
આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો બાબતે ન્યાય આપવાના મામલે આદિવાસી સંગઠનો અને મનસુખ વસાવાના સમર્થન બાદ વધુ ત્રણ સાંસદો આદિવાસીઓના સમર્થનમાં આવ્યા છે. જેમાં ગુજરાત ભાજપના આદિવાસી સંસદો ભરૂચના મનસુખભાઇ વસાવા, બારડોલીના પ્રભુભાઈ વસાવા, છોટાઉદેપુરના ગીતાબેનરાઠવા અને દાહોદના જશવંતસિંહ ભાભોરે પીએમ મોદીને પત્ર લખી નિર્ણય કરવા રજૂઆત કરતા ગુજરાત ના ભાજપમાં અને ગુજરાત સરકાર માં હલચલ મચી જવા પામી છે.આ સાંસદો રબારી, ભરવાડ અને ચારણ જાતિ અને અનુસૂચિત જનજાતિ ની યાદીમાંથી દૂર કરવા રજૂઆત કરી પીએમ મોદીને પત્ર લખ્યો છે.
ગુજરાતના ગાંધીનગર ખાતે હાલ આદિવાસી ઓના ખોટા પ્રમાણપત્રો લઈ નોકરી કરતા લોકોને દૂર કરી સાચા આદિવાસીઓને ન્યાય આપવા સાચા આદિવાસી બચાવો સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરી આંદોલન ચલાવાઈ રહ્યું છે.દિવસે અને દિવસે આ આંદોલનને રાજ્યના આદિવાસી ઓનું સમર્થન પણ મળી રહ્યું છે.ગુજરાત ભાજપ ના સાંસદો અને રાષ્ટ્રીય કક્ષાના સંગઠનના આદિવાસી આગેવાનોએ પણ એમને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.ઘણા દિવસો થઈ ગયા છતાં ગુજરાત સરકારના પેટનું પાણી પણ હાલતું નથી,જેથી હવે ના છૂટકે ગુજરાત ભાજપના આદિવાસી સાંસદો ભરૂચ લોકસભાના મનસુખભાઈ વસાવા, બારડોલી પ્રભુભાઈ વસાવા, છોટાઉદેપુરના ગીતાબેન રાઠવા અને દાહોદના જસવંતસિંહ ભાભોરે પીએમ મોદીને પત્ર લખી નિર્ણય કરવા રજુઆત કરવી પડી છે.
એમણે પોતાના પત્રમાં જણાવ્યું છે કે ભારત સરકારે 29/10/1956 ના જાહેરનામાંથી ગીર, બરડા અને આલેચના જંગલ વિસ્તારમાં આવેલા નેસોમાં વસવાટ કરતા રબારી, ભરવાડ અને ચારણને અનુસૂચિત જનજાતિમાં સમાવ્યા હતા એ સમયે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં કોઈ જાતિની જાહેરાત કરાઈ ન હતી. ગુજરાતમાં 26/8/1972 થી બક્ષી કમિશની નિમણુંક થઈ અને એમાં 1/04/1978 થી સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિઓમાં રબારી, ભરવાડ અને ચારણનો સમાવેશ કરાયો છે.હાલમાં રબારી, ભરવાડ અને ચારણ જાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં અને ગીર, બરડા અને આલેચના જંગલ વિસ્તારમાં આવેલા નેસોમાં વસવાટ કરતા રબારી, ભરવાડ અને ચારણને એકબીજાના સામાજિક સંબંધો પણ છે.
આદિવાસી સમાજ અને રબારી, ભરવાડ અને ચારણ જાતિ વચ્ચે લાંબા સમયથી અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્રો બાબતે સંઘર્ષ ચાલી રહ્યો છે.જેથી રબારી, ભરવાડ અને ચારણ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરવા ભારત સરકાર દ્વારા કાર્યવાહી થાય એવી પીએમ ને રજૂઆત કરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )