ચલામલી પ્રાથમિક શાળાના બાળકોને દાતાઓએ રાઇટિંગ પેડ વિતરણ કર્યા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

 
બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલ પ્રાથમિક શાળામાં ગણતંત્ર દિવસે બાળકો ઘ્વારા વિવિધ કાર્યક્રમો ડાન્સ,પિરામિડ,ગુજરાતી ગરબો,દેશભક્તિની થીમ ડાન્સ રાખવામાં  આવ્યો હતો દાતાઓ ગામના પ્રથમ નાગરિક વિનોદભાઈ તડવી ,ડો.જીગ્નેશ પંડ્યા,તાલુકા એટીવીટી સદસ્ય પરિમલ પટેલ,માજી ડેપ્યુટી સરપંચ પ્રેમસ્વરૂપભાઈ,દિલીપભાઈ દરજી,અરવિંદભાઈ રાજપૂત,શિક્ષકો પ્રવીણભાઈ ખાંટ,મૈત્રીબેન,ઘ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા રોકડ દાન આપવામાં આવ્યું હતું જેમાંથી કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ બાળકો માટે ઉપયોગી બને તેવા રાઇટિંગ પેડ લાવી શાળાના આચાર્ય દિનેશભાઇ ડોબરિયાએ દાતાઓને શાળામાં બોલાવી તેમના હસ્તે વિતરણ કરાવ્યું હતું આ કાર્યક્રમમાં ૧૫૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો બાળકોને રાઇટિંગ પેડ આપતા તેઓ ખુશખુશાલ થયા હતા શાળાના આચાર્ય,શિક્ષકો અને બાળકોએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.


પરેશ ભાવસાર     બોડેલી 

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )